મોરબી : ત્રણ ગામને મવડામાંથી મુક્તિ આપવા સી.એમ.ને રજૂઆત કરતાં કોંગી અગ્રણી

 

માધાપર, વજેપર, ત્રાજપરને મવડામાં થતો અન્યાય દૂર કરવા માંગ

મોરબીનાં માધાપર, ત્રાજપર, વજેપર ગામને મવડામાંથી મુક્તિ આપવા માટે હાલમાં આ ત્રણેય ગામનાં વાસીઓ સરકાર સમક્ષ લડત ચલાવી રહ્યા છે. ત્યારે કોંગી અગ્રણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ત્રણેય ગામને મવડામાંથી મુક્તિ અપાવા સાથે અન્યાય દૂર કરવાની માંગ કરી છે.
મોરબી વાંકાનેર મવડા ઓથોરીટીમાંથી અગાઉ મોરબી વાંકાનેરનાં ૩૬ ગામોમાંથી ૩૩ ગામોને મુક્તિ આપવામાં આવી હતી. જ્યારે મવડા ઓથોરીટીમાં માધાપર, ત્રાજપર અને વજેપર ગામને યથાવત રખાયા હતાં, તેથી આ ત્રણેય ગામનાં લોકો મવડા મુક્તિ માટે સરકાર સામે મોરચો માંડી દીધો છે. આ ત્રણેય ગામનાં સતવારા સમાજે રોષપૂર્ણ રેલી કાઢીને મવડા નાબુદીની માંગને બુલંદ કરી હતી. તેમ છતા સરકારે આ અંગે કશું ધ્યાન ન આપતાં મોરબી જિલ્લા કોંગેસનાં પ્રમુખ બ્રિજેશ મેરજાએ લેખિતમાં મુખ્યમંત્રીશ્રીને આ ત્રણેય ગામને મવડામાંથી મુક્તિ શા માટે અપાઈ નથી અને ક્યાં કારણોસર આ અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી આ ગામનો વિકાસ મવડાને કારણે રૂંધાઈ ભેદભાવ ઉદભવી રહ્યો છે તે અંગે વિગત આપી માધાપર, ત્રાજપર અને વજેપરને મવડામાંથી મુક્તિ આપવા બાબતે વિચારણા કરી આ દિશામાં યોગ્ય પગલું ભરવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રીને લેખિતમાં સૂચવ્યું હતું.