મોરબી : ફી નિયમન : 299 માંથી 36 ખાનગી શાળાના અફેડેવિટ હજુ બાકી

- text


માધ્યમિકમાં મોરબીની એક અને પ્રાથમિકમાં  4 શાળાએ ફી વધારાની દરખાસ્ત મૂકી 

મોરબી : રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ખાનગી શાળા સંચાલકો પાસેથી ફી વધારો કરવા માટે દરખાસ્ત તેમજ ફી યથાવત રાખવા માટે એફીડેવીટ તારીખ 24/05/2017 સુધીની સમય મર્યાદામાં મંગાવવામાં આવ્યા હતા. જે અંગે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાસેથી પાપ્ત વિગત મુજબ નકકી કરેલ તારીખ 24/05/2017 સુધીની સમય મર્યાદા સુધીમાં મોરબી જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક મળીને કુલ 299 શાળામાંથી 258 શાળાએ ફી યથાવત રાખવા માટે એફીડેવીટ રજુ કર્યા છે. જયારે 5 શાળાએ ફી વધારો કરવા માટે દરખાસ્ત કરી છે. જયારે 36 ખાનગી શાળાના અફેડેવિટ હજુ બાકી છે.
જયારે માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગની વિગત જોઈએ તો મોરબી જિલ્લામાં માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિકની કુલ મળીને 115 શાળાઓં પૈકીની એક માત્ર મોરબીની સરદાર વલ્લભભાઈ પટેલ કન્યાશાળા દ્વારા ફિ માં વધારો કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. જયારે 98 શાળાઓ દ્વારા ગઈકાલે અરજી સ્વીકારવાનો છેલ્લો દિવસ હતો. ત્યાં સુધીમાં પોતાની ફિ યથાવત રાખવા માટેના એફીડેવીટ રજુ કરી દીધા છે. 16 શાળાઓ દ્વારા નિયત સમય-મર્યાદામાં એફીડેવીટ રજુ કરવામાં આવ્યામાં નથી. જયારે પ્રાથમિક શાળાની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકાની કુલ 184 ખાનગી પ્રાથમિક શાળાઓ પૈકીની હળવદ તાલુકાની ત્રણ અને મોરબીની સેન્ટ મેરી સહીત 4 શાળાઓ દ્વારા ફીમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. 160 શાળાઓ દ્વારા ગઈકાલ સુધીમાં એફીડેવીટ રજુ કરી દેવામાં આવ્યા હતા. 20 શાળાના સંચાલકોએ નિયત સમય-મર્યાદામાં એફીડેવીટ રજુ કરવામાં આવ્યામાં નથી.⁠⁠ જે ખરેખર દંડનિય ગુન્હો બને છે. જો કે સૌરાષ્ટ્ર ઝોન કમિટી રાજકોટ દ્વારા જાહેરનામાની અમલવારી નહી કરનાર શાળા સંચાલકો માટે જે નિર્ણય લેવામાં આવશે તે આખરી ગણાશે.

 

- text