ભુજ ડીલેવરી આપવા જતી દારૂ ભરેલી કાર અણિયારી ટોલનાકા નજીક ઝડપાઇ

- text


વિજીલન્સ ટિમને મોટી સફળતા : વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો

માળીયા (મીં) : ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ભલે કડક બન્યો હોય પરંતુ હજુ પણ દારૂની હેરાફેરી અને વેંચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ દ્વારા આજ રોજ મળેલી બાતમીને આધારે માળિયા હાઈવે પર વોચ ગોઠવાઈ હતી. જે દરમિયાન અણીયારી ટોલનાકાથી માળિયા તરફ જતા રોડ પરથી પસાર થતી ટાટા જેસ્ટ કાર નં. જીજે ૧૨ સીપી ૩૭૫ રોકીને તેની તલાશી લેતા કારમાં સંતાડીને રાખેલો વિવિધ બ્રાંડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન જીનની કુલ બોટલ નંગ ૫૨૮ જેની કિંમત રૂપિયા ૧,૫૮,૪૦૦ મળી આવતા ડીજી વિજીલન્સ ટીમે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને કારમાં સવાર નરશી પંચાલ મહેશ્વરી રહે. ભુજ કચ્છવાળાને ઝડપી લઈને વિદેશી દારૂ તેમજ કાર મળીને કુલ ૫,૫૮,૪૦૦ રૂ.નો મુદામાલ જપ્ત કર્યો છે. જયારે ઝડપાયેલા આરોપીએ દારૂનો જથ્થો ભુજમાં રહેતા રામ વિનોદ ભટ્ટ દ્વારા મંગાવવામાં આવ્યો હોય તેમજ અન્ય એક અજાણ્યો ઇસમ અને દારૂનો માલ ભરાવી આપનાર એમ ત્રણ વ્યક્તિના નામો ખુલતા પોલીસ દ્વારા ગુનેગારોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

- text

- text