મોરબી : બેંકોમાં સીએસટી ક્લીયરીંગ પ્રથાથી વેપારી હેરાન, ગ્રાહકો પરેશાન

- text


બેંકોને પોતાની વહીવટી પ્રક્રિયામાં સુધારો લાવવા માટે મોરબી ચેમ્બરનો અનુરોધ

મોરબી : મોરબી ચેમ્બર ઓફ કોમર્સ વતી પ્રમુખ બી.કે. પટેલ અને સેક્રેટરી ડી.ડી. ભોજાણીએ મોરબી અપડેટને આપેલી પ્રેસ યાદી મુજબ મોરબીમાં તમામ બેંકો દ્વારા સી.ટી.એસ. ક્લીયરીંગ પ્રથા દાખલ કરેલી છે જેને માટે જરૂરી મૂળભૂત માળખાકીય સગવડતા ઘણી બેંકો પાસે નથી તેમજ જરૂરી કૌશલ્ય ધરાવતો નિષ્ણાંત સ્ટાફ પણ બેંક પાસે ન હોવાથી ક્લીયરીંગ કરવા નાખેલા ચેક ચારથી પાંચ દિવસે જમા થાય છે. વળી બેંકો દ્વારા ખાતું હોવા છતા ખાતું નથી તેવા વાહિયાત કારણો આપી ચેક પરત કરવામાં આવે છે. આથી મોરબીની તમામ બેંકને મોરબી કોમર્સ ચેમ્બરે અનુરોધ કરી જણાવ્યું હતું કે તેમની ખામીઓ તાત્કાલિક સુધારી સમયસર ચેક ખાતામાં જમા કરી આપે તેવી તમામ વેપારી આલમ અને ગ્રાહકો વતી માંગણી કરવામાં આવી છે.

- text

પ્રતીકાત્મક ફોટો

- text