હળવદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાગવત કથામાં હાજરી આપી

હળવદ : હળવદ ખાતે કન્યા છાત્રાલયના લાભાર્થે સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે.જેમાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. તેમની સાથે સાંસદ દેવજીભાઈ ફતેપરા, પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, આઈ કે જાડેજા, પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી જિલ્લા કલેકટર આઈ કે પટેલ, આઈજી ડી.એન.પટેલ, એસપી જયપાલસિંહ રાઠોડ સહિત ભાજપ અગ્રણી તેમજ સતવારા સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સીએમ રૂપાણીએ કથામાં સંતો મહંતોના આશીર્વચન મેળવી પ્રશાંગીક પ્રવચન આપ્યું હતું.