⁠⁠⁠⁠⁠મોરબી : દીકરીનાં જન્મદિવસે ગરીબ બાળકોને નવડાવી નવા કપડાં, ચપ્પલ પહેરાવ્યા

- text


યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની દીકરી ચિ. મનસ્વીના જન્મદિવસ નિમિત્તે યંગ ઈન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ” કાર્યક્રમ યોજાયો

ઝૂંપડપટ્ટીના 450 જેટલા બાળકોને એકઠા કરીને તમામ બાળકોને યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ જાતે નવડાવીને નવા કપડાં પહેરાવ્યા : સાથે તમામ બાળકોને રસપુરીનાં ભોજન કરાવ્યું

મોરબી : મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ પહેલેથી જ કઈક અલગ અને પ્રેણાદાઈ કાર્યો કરવા માટે જાણીતું છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની દીકરી ચિ. મનસ્વીના જન્મદિવસ નિમિત્તે આજ રોજ યંગ ઈન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ” કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય સમાજમાં દીકરી તુલસી ક્યારો અને લક્ષ્મી સમાન હોય ત્યારે યંગ ઈન્ડિયા ગ્રુપનાં સ્થાપક દેવેનભાઈ રબારીની દીકરી ચિ. મનસ્વીના જન્મદિવસની પ્રેણાદાઇ ઉજવણી રૂપે યોજાયેલા આ અનોખા કાર્યક્રમમાં ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને જીવનની દૈનિક ક્રિયામાં (જીવનશૈલીમાં) સુધારો થાય અને સ્વાથ્ય પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુસર બાળકોને નવડાવી (સ્નાન) કરાવી નવા કપડાંનું વિતરણ અને ચપ્પલનાં વિતરણ કરવામાં આવ્યું હતું. દુર્લભ પાર્ટી પ્લોટ અને પરશુરામધામ ખાતે ઝૂંપડપટ્ટીના 450 જેટલા બાળકોને એકઠા કરીને તમામ બાળકોને યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ જાતે નવડાવીને નવા કપડાં પહેરાવ્યા હતા. આ સમયે આ બાળકોના ચેહરા પરનો આનંદ અને ખુશીની ચમક જ ઘણું કહી જતી હતી. આ સાથે તમામ બાળકોને રસપુરીનાં ભોજન કરાવી આનંદ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે અમારા દરેક સભ્યના જીવનમાં આવતા યાદગાર દિવસોની ઉજવણી ગ્રુપની પરંપરા અનુસાર પ્રેણાદાઈ કાર્ય કરીને કરવામાં આવે તેવો અમારા ગ્રુપનો પ્રયાસ છે. ત્યારે આજે મારી દીકરીના જન્મદિવસની અનોખી અને પ્રેણાદાઇ ઉજવણી કરીને અમે સમાજને, લોકોને પોતાના જીવનના યાદગાર દિવસો અને પ્રસંગોની આ રીતે પ્રેણાદાઈ ઉજવણી કરે તેવો સંદેશ આપવા માંગીએ છીએ. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ ની આ વિચારધારામાં મોરબી ના અન્ય લોકો પણ જોડાઈને આ રીતે પોતાના જીવનના યાદગાર દિવસો અને પ્રસંગોની આ રીતે પ્રેણાદાઈ ઉજવણી કરે તેવી આશા યંગ ઇન્ડિયા ગ્રુપ રાખે છે.

- text