ટંકારા : માનાં મૃત્યુની લૌકિક ક્રિયા બંધ રાખી મહાદેવનાં મંદિરને દાન ધર્યું

- text


ટંકારા : જીવની ગતિ શિવ તરફ છે ત્યારે ટંકારાના ધુનડા ખાનપરનાં જીવાણી પરીવારમાં મોટી બાનાં મૃત્યુ બાદ લૌકિક પ્રથા બંધ રાખી ગામમાં નવનિર્માણ શિવ મંદિર માટે ચાલતી કથામાં અનુદાન આપી માતાને મૃત્યુને અમર બનાવતો પ્રસંગ બન્યો છે.
ટંકારાના છેવાડાના ગામોમાં ધુનડા ખાનપર ભલે આવે પણ સેવા કરવામાં અને સમાજને પ્રેરણા આપવામાં ક્યારેય પાછળ ન રહેનાર આ ગામનાં પટેલ પરીવારના મોટી બા સ્વ. રળિયાતબેન વસ્તા ભાઈ જીવાણીનુ ૧૦૩ વર્ષની જયેષ્ઠ ઉંમરે અક્ષરધામ પામ્યા હતા ત્યારે તેમના પુત્ર નાગજીભાઈ અને કાન્તિલાલ સાથે જીવાણી પરિવારે બાને કાયમ અમર રાખવા મૃત્યુ પાછળ થતી લૌકિક પ્રથા બંધ રાખી ગામમા નવનિર્માણ શિવ મંદિર માટે ચાલતી કથામા અંદાજે એક લાખ રૂપિયા જેટલી રકમનુ પ્રશંસનીય દાન સાથે સમાજસેવી કાર્ય કર્યું હતું. સ્વજનો પોતાનાની યાદીમાં કોઈ સ્મારક કે વૃક્ષો વાવે પરંતુ જીવાણી પરિવારે તેમના માતુશ્રી કાયમ જીવંત રહે તેવુ બિરદાવવા લાયક સમાજ કાર્ય કર્યુ છે

- text