મોરબી : વાલ્મીકી સમાજનાં સમૂહલગ્ન સંપન્ન

- text


મોરબી : રવિવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વાલ્મીકી સમૂહલગ્ન સેવા સમીતી દ્વારા પાંચમાં સમૂહલગનું ગઇકાલે આયોજન કરવામાં આવ્યું હતુ. જે સમૂહલગ્નમાં દંપતીઓ સંતો મહંતો તથા રાજકીય અને સામાજીક આગેવાનોની હાજરીમાં અશિર્વાદ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ સમૂહલગ્નમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ એમ.ઝાલા, ડૉ. જયંતીભાઈ ભાડેસીયા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, નિવાસી અધિક કલેકટર પી.જી.પટેલ, પ્રભુચરણદાસજી, હાજી અહેમદ હુસેન બાપુ, દેવેનભાઇ રબારી તથા રમેશભાઇ પંડ્યા સહિતના આગેવાનોએ હાજર રહી સમાજ તથા ખાસ કરીને નવદંપતિને સંબોધતા કહ્યુ હતુ કે વ્યસન અને ફેશનથી દૂર રહી જ વિકાસ થઈ શકશે. લગ્નમાં થતા ખર્ચને ઘટાડવા માટે લોકો સમૂહલગ્નમાં તો જોડાઇ છે પરંતુ ત્યાર બાદ જાન ઘરે પહોંચે પછી બેન્ડવાજા, આતશ્બાજી સહિતના બિનજરૂરી ખર્ચાઓ કરવામાં આવતા હોય છે જેથી આવા બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવામાં આવે અને તે રકમનો સદઉપયોગ જો બાળકોના શિક્ષણ પાછળ કરવામાં આવે તો સો ટકા આગામી દિવસોમાં તેના સારા પરિણામો મેળવી શકાશે. આ સમૂહલગ્નના આયોજનને સફળ બનાવવા માટે રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ બકુલભાઈ પઠાણ અને વાલ્મીકી સેવા સમીતીના પ્રમુખ જગદીશભાઈ વાઘેલા, સુભાષ પુરબીયા, પ્રદિપ વાઘેલા, જયંતિ પઠાણ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.⁠⁠⁠⁠

- text