મોરબી : સાગરભાઈ સદાતીયાની સૌરાષ્ટ્ર યુનિવર્સીટિમાં સેનેટ સભ્યપદે વરણી

 

મોરબી :ગુજરાત સરકાર દ્વારા આજ રોજ મોરબીના યુવા આગેવાન સાગરભાઈ બી. સદાતીયાની સૌરાષ્ટ્ર યુનિવર્સીટિમાં સેનેટ સભ્યપદે વરણી કરવામાં આવી છે. સાગરભાઈ નાની ઉંમરમાં યુવાનોના હ્રદયસમ્રાટ છે. અને હંમેશા યુવાનોના શિક્ષણ સહિતના પ્રશ્ને અહમ ભૂમિકા ભજવતા રહ્યા છે. સેનેટસભ્ય પદે પોતાની નીયુક્તિ થતા સાગરભાઈએ ગુજરાત સરકારનાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી, પ્રદેશ અઘ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ શ્રી ડો. ઋત્વિજ ભાઈ પટેલ, માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ચેરમેન શ્રી પ્રદીપભાઈ વાળા, ધારાસભ્ય શ્રી કાંતીભાઈ અમૃતીયા, બાવનજીભાઈ મેતલીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજીભાઈ ગડારા, પ્રજ્ઞેશભાઈ વાધેલા તેમજ મોરબી જિલ્લા ભાજપ ટીમનો હૃદયપૂર્વક અભાર માન્યો છે.⁠