મોરબી : જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખ વિજય સરડવાનો કોંગ્રેસ પ્રવેશ

મોરબી : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી વિજયભાઈના કોંગ્રેસ પ્રવેશને આવકારતા મોરબી અપડેટને જણાવ્યું છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાતનાં સહપ્રભારી રાજીવ સાતવે દ્વારા અપાયેલ પ્રવેશ કોંગ્રેસ માટે મોટું જમા પાસું બની રહેશે. ઊપરાંત જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બને તે માટે વિવિધ ક્ષેત્રના બૌદ્ધિકો કોંગ્રેસની વિચાર ધારામાં જોડાવવા માંગતા હોય તેમનું સ્વાગત છે. એવું બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.