મોરબી : જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિની શિબિરમાં બ્રિજેશ મેરજાનું ચાવીરૂપ પ્રવચન

મોરબી : મોરબી ખાતે જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગનાં પ્રમુખ બળવંતભાઈ વોરા દ્વારા તાલીમ શિબિર યોજાઈ હતી. જેનું ઉદ્દઘાટન પ્રદેશ અગ્રણી શ્રી પી.કે.વાદેરા સાહેબે કર્યું હતું. આ શિબિરના શરૂઆતી સત્રમાં ચાવીરૂપ પ્રવચન આપતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર દ્વારા લોકહિતમાં લેવાયેલ મનરેગા, લોકપાલ, જી.ઇસ.ટી., આર.ટી.આઈ,  ફૂડ ફોર ઓલ, એફ.ડી.આઈ વગેરે લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી વર્તમાન એનડીએ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી હતી .
આમ, યુપીએ અને એનડીએ સરકારની સરખામણી કરી શિબિરાર્થીઓને ઉપયોગી માહિતી ઉપરાંત આ વિષે વિશેષ જાણકારી મળી રહે તેવી પુસ્તિકાનું બ્રિજેશ મેરજાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.