મોરબી : મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાં શંકાસ્પદ આગમાં ચૂંટણી સાહિત્ય ખાખ

- text


- text

મોરબી : સામાકાઠે લાલબાગમાં આવેલ મોરબી તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરીના રેકર્ડ રૂમમાં વેહલી સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પેહલા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં 15 ગ્રામ પંચાયતનું ચૂંટણી સાહિત્ય બળી ગયું હતું. પોલીસે આ બનાવમાં મોરબીના મામલતદાર એમ.જી.કૈલાની ફરિયાદના આધારે બનાવની નોંધ કરી આગનું કારણ જાણવા એફ.એસ.એલ.ની મદદ લેવા તજવીજ હાથ ધરી છે. બી ડિવઝન પોલીસના જમાદાર એફ.આઈ.પઠાણ આ બનાવની તપાસ કરી રહ્યા છે. જેમાં મામલતદાર કચેરીમાં આગ લાગી કે લગાડી તે અંગે ખાસ તપાસ હાથ ધરાઈ છે.

- text