મોરબી : સ્વદેશી જાગરણ મંચે દ્વારા સ્વદેશી અપનાવો, વિદેશી ભગાવોનું ભગીરથ કાર્ય

- text


- text

ચીનની સસ્તી અને તકલાદી વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી માલનો સ્વીકાર માટે ક્લેકટરશ્રીને આવેદન અપાયું

મોરબી : ભારતમાં ચીની માલ-સામાનની આયાત કરીને દેશનાં અર્થતંત્રને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે એ સમયે મોરબીનાં સ્વદેશી જાગરણ મંચે સ્થાનિક ઉદ્યોગને ફટકો પડતો હોવાના કારણે વિદેશી વસ્તુઓના બહિષ્કાર અંગે કલેકટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે, ચાઇનીઝ માલનો બહિષ્કાર કરીને સંપૂર્ણ સ્વદેશી માલને પ્રોત્સાહન આપવામાં આવે.
મોરબીના સ્વદેશી જાગરણ મંચે ચીનના સસ્તા અને તકલાદી માલનો વિરોધ પ્રદર્શન કરવા માટે ક્લેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. ચીનમાંથી મોટા પ્રમાણમાં ઈલેક્ટ્રોનિક વસ્તુની આયાત કરી ચીનના અર્થતંત્રને પ્રોત્સહિત કરવામાં આવે છે ત્યારે આપણાં નાનાં મોટાં દરેક ઉદ્યોગનો વ્યાપાર ઘટી રહ્યો છે. ચાઇનીઝ વસ્તુના આગમનથી ભારતમાં બનતી સારી અને ટકાવ પ્રોડક્ટને નુકશાન પહોચી દેશના અર્થતંત્રને માઠી અસર પહોચિ રહી છે. એક બાજુ ભારતમાં ડિજીટલ ઇન્ડિયાની વાત કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ચાઇનીઝ માલની આયાત કરી ચીન વ્યાપાર જગતને આગળ લાવવામાં ભારત મદદ કરી રહ્યું હોવાનું જણાય આવે છે. પરિણામે ભારતનાં અર્થતંત્ર પર ગંભીર રીતે ખરાબ અસર પડી દેશના યુવાનો બેરોજગાર બની રહ્યા છે. ચીન ભારતમાં વેપાર વધારી પગપેસારો કરી રહ્યો છે જેનું એક કારણ એ છે કે ચીનની વસ્તુઓ પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટીનો પ્રભાવ ઓછો જોવા મળે છે. આમ ભારતનું માર્કેટ ડાઉન થતાં અર્થતંત્રને વધુ નુકશાન પહોચે નહીં તે હેતુસર ચીની વસ્તુને અટકાવવા યોગ્ય પગલાં લઇ કાયદેસર કાર્યવાહી કરવા સ્વદેશી જાગરણ મંચેના આગેવાનો મહેશ ભોરણીયા, સુખદેવ દેલવાણીયા, આર.એમ.પટેલ, રાજેશ પરમાર તેમજ ડી.આર.સાંઘાણી સહિતના સ્વદેશી ચાહકોએ કલેકટર સમક્ષ લેખિતમાં પોતાની વાત રજૂ કરી ઘટતું કરવા માંગ કરી છે.

- text