રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે મોરબી કોંગ્રેસ દ્વારા ઝુપડપટ્ટીના બાળકોને ફ્રુટ અને ખાદ્ય સામગ્રી નું વિતરણ

મોરબી : ભારતનાં પૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીની પુણ્યતિથી નિમિતે મોરબી જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોરબીના ઝુપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો ને ફ્રુટ અને ખાદ્ય સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને પ્રેમથી નાસ્તો કરાવી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીની પુણ્યતિથીએ સાર્થક કાર્ય કર્યું હતું. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બ્રિજેશ મેરજા, જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ કાવર, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા, જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ ગામી સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.