ટંકારા : ગૌવંશ માટે શ્રમયજ્ઞ કરતાં યુવાનોનું સમ્માન

ટંકારા : ધુનડા(ખા)ની ગૌશાળામાં શ્રમયજ્ઞ કરતા યુવાનોને નવજ્યોત વિદ્યાલય દ્વારા જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા છે. આજે કામ ગમે તેવું સહેલું કે ઝડપી હોય પણ તે કામ કરાવા માટે જરૂરી કર્મ સાથે કિંમતી સમયની ચૂકવણી કરવી પડે છે. ત્યારે ટંકારા ગામના ધુનડા ખાનપર ગામે ગૌશાળામાં જીવદયા પ્રેમીનુ ઉત્તમ અને ઉમદા કાર્ય કરનાર તમામ યુવાનોનું ટંકારાની નવજ્યોત વિદ્યાલયનાં સંચાલક પરિવાર દ્વારા જાહેરમાં એક કાર્યક્રમનું આયોજન કરી સન્માન કરવામાં આવ્યું છે. નિસ્વાર્થભાવે ગોવંશની સેવા કરતાં નવયુવકોનું ધુનડા ગૌશાળા માટે કરવામાં આવતો શ્રમયજ્ઞ બિરદાવવા લાયક છે.⁠