ટંકારા : શિક્ષણ વિભાગની કચેરીમાં પટ્ટાવાળાથી લઈ તમામ કાર્યો માટે માત્ર એક જ અધિકારી !

- text


- text

ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટંકારાની શિક્ષણ કચેરીથી લઈ સરકારી-ખાનગી શાળાઓમાં વ્હાલા-દવલાની નીતિ

ટંકારા : ટંકારા તાલુકો શિક્ષણની ચોંકાવનારી ખબરોને લઈ હાલ આખા ગુજરાતમાં ચર્ચાતો થઈ ગયો છે. ખાનગી શાળા છોડી ગામની સરકારી શાળા તરફ વાલીઓ જુકતા ભૂકંપ સર્જાયો હોય તેવી પરિસ્થિતિ છે. આ તાલુકાની વિડંબણા જોવો કે શિક્ષણ વિભાગની મુખ્ય કચેરીમાં તમામ કામો કરવા માટે માત્ર એક જ જગ્યા પર અધીકારી છે !
ટંકારા શિક્ષણ વિભાગનાં એક અધિકારીના ખંભે હાલ બધો વહીવટ ચાલી રહ્યો હોવાની ખબર પ્રકાશમાં આવી છે. આ સાથે જ કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર સહિતની જગ્યા ખાલી હોય ૪૫ સરકારી શાળા ૧૬ ખાનગી શાળાની માહીતી ચેકિંગ અને વીઝીટ કેવી રીતે થાય છે તે યક્ષ પ્રશ્ન છે તો બીઆરસીનો ફુલ સ્ટાફ શું સુચવે છે એ દાળમાં કઈક કાળું કે ચોક્કસ રંધાતું હોવાની શંકા ઉભી કરે છે.
કેળવણી નિરીક્ષક મહિલા કર્મચારી સિવાય બાકીનાં સ્ટાફ વગર કેમ શિક્ષણ તંત્રની ઓફીસ ચાલે તેવા સવાલો વ્હાલીમંડળ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. વિકાસશીલ ગુજરાતનાં ટંકારા તાલુકામાં આ વ્હાલા-દવલાની ઘટના બની છે. ફક્ત વાત અહીથી પૂરી નથી થતી પરંતુ દર મહિને ૪૫ સરકારી શાળા અને ૧૬ ખાનગી શાળાની માહિતી ચકાસણી અને મુલાકાત કેવી રીતે થતી હશે તથા ફરિયાદ નિકાલ તો દૂર પણ રજૂઆત કોને કરવી તે ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે ત્યારે તેની સામે ટંકારાની બીઆરસી કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર, હિસાબી પટ્ટાવાળા સહિત જગ્યા હકડેઠઠ ભરી હોય તો આ બંને વચ્ચે તફાવત કેમ છે? એ ચર્ચાનો વિષય બન્યો છે.
ટંકારા શિક્ષણ કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા દીપાબેન બોડા એકમાત્ર કામનો વીક્લ્પ છે ત્યારે પટ્ટાવાળા કોણ? ઓપરેટર કે હિસાબી શાખા કોણ સંભાળે? બધું જ કામ એક જ કર્મચારી કરે છે. આથી અંગે વધુ ઝડપથી જરૂરી સ્ટાફ ફાળવવામાં આવે તે જરૂરી છે. જો કે ઉચ્ચ અધિકારીઓ બધું જ જાણતા હોવા છતા આંખ આડા કાન કરી ટંકારા કચેરીને કે રાજ્યસ્તરે જાણ પણ કરતા નથી.
આ વર્ષે ટંકારા તાલુકામાં નવી બે ખાનગી શાળાને મંજૂરી આપી છે કે નહીં આ અંગે મોરબી અપડેટએ વાત કરતાં કે.ની. બોડાએ જણાવ્યુ હતું કે, આ સમગ્ર મામલા અંગે હજુ લેખિત કાગળો આવ્યા નથી પણ મંજુરી વખતે અહી જરૂરી કાર્યવાહી કરી ડીઈઓ કચેરી ખાતે અરજી મોકલી આપી છે.

- text