ટંકારા : પાસનાં કાર્યકર દ્વારા મુંડન કરાવી વિરોધ પ્રદર્શન

- text


- text

ટંકારા : પાસના પાયાનાં પથ્થર સમા કાર્યકર ગપીભાઈએ મુડંન કરાવી હાર્દિક પટેલ દ્વારા ચાલતી ન્યાયયાત્રાને સમર્થન કર્યું છે. આ માટે તેઓએ સરકાર દ્વારા પાટીદાર સમાજ પર થયેલા અમાનવીય અત્યાચારને સંપૂર્ણ ન્યાય સાથે અનામતનો હક્ક મળે માટે મુંડન વિધિ કરાવી છે.
ટંકારા ગામનાં લો વાસમાં રહેતા પાટીદાર સમાજનાં તરવૈયા યુવાન ધવલ ભાલોડીયા ઉફે. ગપીભાઈએ હાર્દિક પટેલનાં આંદોલનમાં શરૂથી લઈ આજ સુધી સક્રિય કાર્યકરની ભૂમિકા ભજવી છે. આ દરમિયાન અનામત આંદોલનમાં પટેલો પર થયેલા અત્યાચારને ન્યાય અને અનામતનાં લાભ મળે એ હેતુસર ગપીભાઈએ બાલ મુંડન કરી તંત્રની આંખ ઉઘાડવાનાં પ્રયાસો કર્યા છે.

- text