ટંકારા : એડવોકેટ – નોટરી આર. જી. ભાગિયાનો આજે જન્મદિવસ

- text


- text

ટંકારા ગામનાં કાયદાનાં હોનહાર તજજ્ઞ, ઘારાશાસ્ત્રી, એડવોકેટ- નોટરીની ફરજ બજાવવા ન્યાયનાં રખેવાળ એવા બાર એસોશીએશનનાં પૂર્વ પ્રમુખ આર. જી. ભાગિયા સાહેબનો જન્મ ટંકારાનાં મિતાણા ગામે તા. ૨૦-૫-૧૯૭૬નાં રોજ ખેડૂત પુત્ર તરીકે થયો હતો. નાનપણથી જ વકીલ બનવાની તીવ્ર ઇચ્છાએ ભાગિયા સાહેબે ૧૯૯૮માં વકીલાત પૂર્ણ કરી. જોતજોતામાં ૨૦૧૦ની સાલમાં ટંકારાનાં એક માત્ર નોટરી તરીકે વકીલ સેવા શરૂ કરી. આટલું જ નહીં પરંતુ ટંકારામાં અદાલત શરૂ થતા બાર એસોશીએશનનાં પ્રથમ પ્રમુખ બન્યા. આજે આર.જી. ભાગિયા સાહેબનાં ૪૧માં જન્મદિવસ નિમિત્તે સવારથી તેમની ઓફિસ તાલુકા પંચાયત સામે. લતીપર રોડ પર રૂબરૂમાં તથા તેમના મો. નં. 9879497747 પર સાથી વકીલ મિત્રો, પરિવારજનો તથા સમાજનાં આગેવાનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

- text