મોરબી : જિલ્લા ભાજપ મહિલા મોરચા અને બક્ષીપંચ મોરચાના હોદેદારોની વરણી

બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ તરીકે શ્રી જેઠાભાઇ રમુભાઈ મિયાત્રા તથા મહામંત્રી તરીકે શ્રી ગોરધનભાઈ ભીમજીભાઈ કુંવરીયા અને શ્રી વાઘજીભાઇ કુકાભાઈ ડાંગરોચાની પસંદગી

મહિલા મોરચાના પ્રમુખ તરીકે શ્રીમતિ મંજુલાબેન અમૃતલાલ દેત્રોજા, મહામંત્રી તરીકે શ્રીમતિ હંસાબેન મહાદેવભાઈ રંગપરિયા અને શ્રીમતિ રંજનબેન જયંતિલાલ ભાયાણીની નિમણૂક

મોરબી : જિલ્લા ભાજપ મીડિયા સેલ ઇન્ચાર્જ વિજય લોખીલે એક યાદીમાં જણાવ્યુ છે કે, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તથા મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી પુષ્પદાનભાઈ ગઢવી તથા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજીભાઇ ગડારા સાહેબ વગેરે દ્વારા મળેલ માર્ગદર્શન અનુસંધાને મોરબી જિલ્લા ભાજપમાં મહિલા મોરચા અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને મહામંત્રીની નિમણુક કરવામાં આવી છે. જેમાં  બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે શ્રી જેઠાભાઇ રમુભાઈ મિયાત્રાની નિમણૂક કરવામાં આવેલ છે તેમજ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે શ્રી ગોરધનભાઈ ભીમજીભાઈ કુંવરીયા તથા શ્રી વાઘજીભાઇ કુકાભાઈ ડાંગરોચાની નિમણૂક કરાઈ છે. તેમજ મહિલા મોરચાના પ્રમુખ તરીકે શ્રીમતિ મંજુલાબેન અમૃતલાલ દેત્રોજાની નિમણૂક કરવામાં આવેલ છે તેમજ મહિલા મોરચાના મહામંત્રી તરીકે શ્રીમતિ હંસાબેન મહાદેવભાઈ રંગપરિયા તથા શ્રીમતિ રંજનબેન જયંતિલાલ ભાયાણીની નિમણૂક કરાયાનું મોરબી જિલ્લા મીડિયા સેલ ઇન્ચાર્જ વિજય લોખીલની યાદીમાં જણાવામાં આવે છે.