સિરામિકના માર્કેટિંગ માટે ડિજિટલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો ? સેમીનાર યોજાયો

- text


સિરામિક એસોસિયેશન દ્વારા આયોજિત સેમિનારમાં એક્સપોર્ટ અને ડિજિટલ માર્કેટિંગ અંગે વિસ્તૃત માર્ગદશન અપાયું

મોરબી : સિરામિક ઉધોગના વિકાસાર્થે સિરામિક એસોસિયેશન દ્વારા એક્સપોર્ટ માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સી.આઈ.આઇ (confederation of Indian industries)ના ચેરમેન હિમાંશુ સાપરીયા અને વાઇસ ચેરમેન પ્રશાંત મામતોરા એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં આજે ઈન્ટરનેટના માધ્યમથી સમગ્ર દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે એવા સમયે ડિજિટલ મીડિયાના પવારને અવગણી ના શકાય. આ ઝડપથી વિકસી રહેલા માધ્યમના ઉપયોગથી સરળ રીતે ગ્રાહકો સુધી પોહચી શકાય છે. ત્યારે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ગુગલ પ્લસ, યુ ટ્યૂબ જેવા વિવિધ ડિજિટલ ટૂલ્સનો સિરામિકના માર્કેટિંગ તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની વિસ્તૃત માહિતી અપાઈ હતી. તેમજ આ સેમિનારમાં એક્સપોર્ટ માર્કેટિંગ અંગે માહિતી અપાઈ હતી. જેમાં ક્યાં દેશમાં કેટલી માંગ છે. કેટલું એક્સપોર્ટ થઇ શકે તેમ છે. તેનું માર્કેટીંગ કઈ રીતે કરવું, માર્કેટીંગ કઈ રીતે વધારવું તે અંગેની મહત્વની ટિપ્સ હાજર ઉદ્યોગકારોને આપવામાં આવી હતી. મોરબી સીરામીક એસોશિયેશન મિટિંગ હોલમાં યોજાયેલા આ સેમિનારમાં સિરામિકના પ્રમુખો કે.જી.કુંડારીયા, નિલેશ જેતપરીયા, કિરીટ પટેલ, પ્રફુલ દેત્રોજા સહીત મોટી સંખ્યામાં સિરામિક ઉધોગપતિ ઉપસ્થિત રહ્યા હતા.

- text