હળવદ : નાના પુત્રની હત્યા કરી, મોટા પુત્રને ઝેર પાઈ પોતે પણ ઝેર પી લેતો હેવાન પિતા

હળવદ ના સુંદરીભવાની ગામે પત્ની ના વિયોગમાં વ્યથિત યુવાને પોતાના જ સાત વર્ષ ના બાળક ની હત્યા કરીને બીજા બાળક ને ઝેરી દવા પાઇ પોતે પણ દવા પી લીધી

મોરબી : હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતા કોળી યુવાને તેના નાના દિકરાને તિક્ષ્ણ હથીયારનો ઘા ઝીંકીને તેની હત્યા કર્યા બાદ મોટા દિકરાને ઝેરી દવા પીવડાવીને પોતે પણ આપઘાત કરી લેવા માટે ઝેરી દવા પી લેતા બન્નેને મોરબી બાદ વધૂ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે સુંદરીભવાની ગામે રહેતા મશરૂભાઈ જેમાભાઈ કુંભાણી જાતે કોળી ઉ.વ.40એ તેના નાના દીકરા નના મશરૂ કુંભાણી ઉ.વ.૭ ને તીક્ષ્ણ હથીયારનો ઘા ઝીંકી તેની હત્યા કર્યા બાદ મોટા દીકરા સંજય મશરૂભાઈ કુંભાણી ઉ.વ.૯ ને ઝેરી દવા પીવડાવી હતી અને બાદમાં પોતે મશરૂભાઈએ પોતે પણ ઝેરી દવા પી ને પોતાને તીક્ષ્ણ હથીયારથી ઈજા પોહચાડી હતી. જેથી પિતા-પુત્રને મોરબી સારવારમાં ખસેડાયા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે બન્નેને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
હળવદ પોલીસના જણાવ્યા મુજબ મશરૂભાઈએ તેના નાના દિકરાની હત્યા કરી મોટા દીકરાને મારવાનો પ્રયાસ કર્યો હતો. અને પોતે પણ આપઘાત કરવા માટે ઝેરી દવા પી લીધી હતી. જે બનાવમાં મૃતક બાળકના ભાભુની ફરીયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી વિગત પ્રમાણે મશરૂભાઈની પત્નિ પાંચેક વર્ષ પહેલા ડીલેવરી સમયે મૃત્યુ પામી હતી. ત્યારથી તેની માનસીક સ્થિતિ સારી ન હતી અને તેના કારણે પત્ની ના વિયોગ માં વ્યથિત થઈને પોતાના જ સાત વર્ષ ના બાળક ની કરી હત્યા કરી.બીજા બાળક ને ઝેરી દવા પાઇ પોતે પણ દવા પી લીધી હતી. આ બનાવથી હળવદ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી.