લૂથી બચવા સિરામિકના આશરે ૯૦ હજાર મજૂરો માટે લીંબુ પાણીની વ્યવસ્થા કરવાનો સિરામિક એસો. બેઠકમાં સહર્ષ નિર્ણય

- text


મોરબી : સિરામિક ઉદ્યોગ પરિવાર સામાજિક અને માનવીય અભિગમ સાથે પોતાના નાનામાં નાના મજૂરનાં સ્વાસ્થ અને સુખાકારી માટે સદાય ચિંતિત અને અગ્રેસર છે. મોરબી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત સિરામિક પરિવારે સીસી ટીવી કેમેરા માટે આર્થિક યોગદાન આપ્યું હતું તો આ મહિને ઊનાળાનાં આકરા તાપમાં કામ કરતાં મજૂરોને લૂ ના લાગે એ માટે દરેક સિરામિક એકમે ઠંડા લીંબુ પાણીની વ્યવસ્થા કરી છે.
સિરામિક એસો. પ્રમુખ કે.જી. કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા અને પ્રફુલભાઈ દેત્રોજા સહિતનાં આગેવાનોએ સિરામિક એસો. બેઠકમાં દરેક સિરામિક એકમને પોતાના મજૂરો ગરમીને લૂથી બચી સ્વસ્થ રહે તે માટે લીંબુ પાણીની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જે સહર્ષ દરેક સિરામિક એકમે સ્વીકારી હાલમાં પોતાના મજુરોને લીંબુ પાણીની સુવિધા પૂરી પાડી છે. આમ કુલ મોરબીનાં ૯૦ હાજર જેટલા મજૂરોને ગરમીથી છુટકારો મેળવવા લીંબુ પાણી સિરામિક એકમોએ પૂરું પાડી સામાજિક અને માનવીય અભિગમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયા સાહેબે અને નીલેેશ જેેતપરીયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, સિરામિક પરિવાર પોતાની સામાજિક જવાબદારી સમજે અને સ્વીકારે છે. અમારું દરેક કાર્ય માનવીય અભિગમ સાથે સમાજ અને દેશ હિતમાં હોય ઊનાળાની ગરમીથી બચવા મજૂરોને લીંબુ પાણી આપવાનો પ્રસ્તાવ સિરામિક એકમોને કરતાં તેઓ દ્વારા સહર્ષ આ વાત સ્વીકારાઈ હતી. જે અત્યંત આનંદની વાત છે.

- text