મોરબી : સ્ત્રી શક્તિનો પરચો આપતો પ્રસંગ : પ્રથમ વખત મહિલાઓ આયોજીત સમૂહલગ્ન

- text


- text

કરિયાવરમાં ઘરવખરીની વસ્તુઓ સાથે જીવનપયોગી પુસ્તકોની ભેટ અપાશે

મોરબી : મોરબીમાં સ્ત્રી સશક્તિકરણનો પરચો આપતો પ્રસંગ બનવા જઈ રહ્યો છે. જે પ્રસંગમાં મહિલાઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નનું તમામ સંચાલન બહેનો દ્વારા થશે. આ પ્રકારનો મહિલા આયોજીત આ પહેલો સમૂહલગ્ન છે જેણે સ્ત્રીશક્તિ સાથે સમાજમાં સ્ત્રીઓની દરેક ક્ષેત્રે નિપુરણતાને પ્રસ્તુત કરી છે. આટલું જ નહીં પરંતુ લક્ષ્મીનું સ્વરૂપ ગણાતી કન્યાઓને આ સમૂહલગ્નમાં કરિયાવરમાં ઘરવખરીની વસ્તુઓ સાથે જીવનપયોગી સરસ્વતી એટલે કે પુસ્તકોની ભેટ અપાશે.
ફ્રિડમ ફાઉન્ડેશન અને વાત્સલ્ય ફાઉન્ડેશનનાં સહયોગથી મોરબી જિલ્લાની દલિત મહિલાઓ દ્વારા તા. ૨૧ મેનાં રોજ મેળાનું ગ્રાઉન્ડ, રામકો ફાર્મ, કામઘેનું પાર્ટીપ્લોટની બાજુમાં, પંચાસર બાયપાસ ચોકડી, મોરબી ખાતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં મહિલાઓ જાન આગમન, સામૈયા, સત્કાર સમારંભ, ભોજન વેગેરે જેટલી વિધિઓ કરાવી નવ દીકરીઓનું કન્યાદાન કરશે. વિશેષ મહત્વની બાબત એ પણ છે કે, મહિલા સંચાલિત સમૂહલગ્નમાં સૌથી વધુ દાન પણ સમાજની બહેન, દીકરી અને મહિલાઓ પાસેથી જ મળ્યું છે. આ સમૂહલગ્નને સફળ બનાવવા ભાનુબેન નાગવાડીયા સહિત મોટી સંખ્યામાં બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમૂહલગ્ન મહિલાઓ દ્વારા આયોજીત હોવાથી સમાજમાં પ્રેરણાનું ઉદાહરણ બન્યો છે.

- text