મોરબી નજીક ઘરમાં આગની શંકાસ્પદ ઘટના : પરણિતા અને બે પુત્રીના મોત

મોરબી નજીક સનાળા ગામ પાસે ગોકુલનગર ની પાછળ મોર ભગતની વાડીમાં રહેતા સતવારા પરિવારના ઘરમાં આગની શંકાસ્પદ ઘટના સર્જાઈ હતી. જેમાં ખાટલામાં સુતેલી પરણિતા અને બે પુત્રી આગની ઝપટ માં આવી જતા સતવારા પરણિતા શિતલબેન દયારામ પરમાર (ઉ.26) અને અને તેની માત્ર 13 દિવસની માસુમ પુત્રીના કરુણ મોત નિપજયા હતા. જયારે સાડા ત્રણ વર્ષની જિંક્લ ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ છે. જયા તેનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ સનસનીખેજ બનાવ ની જાણ થતા મોરબી એ ડિવિઝન પીએસઆઇ ભડાણીયા , પીએસઆઇ લખધીરકા મેડમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થેળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ મૃતક પરણિતાના ના ભાઈ અમરશીભાઇ જીવનભાઈ કંજરીયાએ તેની બહેન અને ભાણેજ ને ખાટલા સાથે બાંધીને સળગાવી નાખ્યાનો આક્ષેપ કર્યો છે. હાલ તો પોલીસે બનાવ ની બારીકાઈથી તાપસ શરુ કરી એફએસએલની ટીમને બોલાવી છે. અને મૃતક ની ડેડબોડીને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ પોતાની પત્ની અને બે માસુમ પુત્રીઓના આગમાં ભડથું થઇ જવાના બનાવ બાદ પતિ દયારામ પરમાર જે ડીજે સાઉન્ડનું કામ કરે છે તે ફરાર થઇ ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક પરણિતા શિતલબેન દયારામ પરમારને સંતાનમાં એક દીકરી હતી અને તાજેતરમાં જ બીજી દીકરીનો જન્મ થતા સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપતો હોવાની ચર્ચા છે. જો કે આ બનાવ આપઘાતનો છે કે હત્યાનો તે જાણવા પોલીસે તપાસ શરુ કરી છે.