વાંકાનેરમાં ડો. હેડગેવાર શતાબ્દી વર્ષ નિમિત્તે પાણીનું પરબ શરૂ કરાયું

વાંકાનેર : હાલમાં ઉનાળો આકરા તાપ થી તપી રહ્યો છે ત્યારે સતત 24 કલાક માટે વાંકાનેરમાં ડો. હેડગેવાર સેવા સમિતી ના દીપકભાઈ ગોવાણી તેમજ લલિતભાઈ ભીંડોરા અને તેની ટિમ દ્વારા હાલમાં ઉજવાતા ડો. હેડગેવાર શતાબ્દી વર્ષ અંતર્ગત શહેરના સીટી સ્ટેશન રોડ પાર આવેલ કે.કે.ચેમ્બર પાસે લોકો માટે ઠંડા તેમજ ફિલ્ટર પાણીનું પરબ શૈલેષભાઇ ઠક્કર – સ્વયં સેવક – સરા ના સૌજન્ય થી ચાલુ કરવામાં આવ્યું છે. આ પરબ માં દરરોજ 150 લિ. જેટલું પાણીનો લોકો લાભ લ્યે છે.