કેન્દ્રિય વન અને પર્યાવરણ પ્રધાન અનીલ માધવ દવેના નિધન પર મોરબી સિરામિક પરિવારે દુ:ખની લાગણી વ્યક્ત કરી

- text


- text

મોરબી : આજ રોજ કેન્દ્રિય વન અને પર્યાવરણ પ્રધાન અનીલ દવેનું અવસાન થયું છે. તેમના  નિધન પર મોરબી સિરામિક પરિવારે દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.અનીલ દવેનો જન્મ ઉજ્જૈનમાં થયો હતો. નાનપણથી જ તેઓ આરએસએસ સાથે સંકળાયેલા હતા. ગત ચૂંટણી પહેલા તેમણે શિવાજી મહારાજ પર એક પુસ્તક પણ લખ્યું હતું. નર્મદાપ્રેમી અનીલ દવેએ એકવાર પોતાના વિમાન દ્વારા મા નર્મદાની પરિક્રમા કરેલી તેમજ બોટ દ્વારા આખી નર્મદાની પ્રદક્ષિણા ગરેલી હતી. તેઓ પર્યાવરણના જતન અને સવર્ધન માટે સતત પર્યત્નશીલ અને ગંભીર હતા ત્યારે તેમના નિધન પર દેશને એક પર્યાવરણ પ્રેમી નેતા અને મહાન વ્યક્તિની ખોટ આવનારા સમયમાં પડશે. તેમ સિરામિક અસોસિયેશનના પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું હતું.

- text