કેનેડામાં STONEX CANADA સિરામિક એક્ષ્પોમાં મોરબી સિરામિકનો દબદબો

- text


ટોરન્ટોમાં ૧૬ થી ૧૮ મે સુધી  યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના  stonex canada સિરામિક એક્ષ્પોમાં વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017નો પ્રચાર

મોરબી : હાલ કેનેડામાં ૧૬ થી ૧૮ મે સુધી આંતર રાષ્ટ્રીય કક્ષાનો stonex canada સિરામિક એક્ષ્પો ધ ઇન્ટરનેશનલ સેન્ટર, ટોરન્ટોમાં  યોજાઈ રહ્યો છે. આ એક્ષ્પોમાં મોટી સંખ્યામાં વિશ્વભરમાંથી સિરામિક સાથે સંકળાયેલા વેપારીઓ, ઉત્પાદકો આવી રહ્યા છે ત્યારે મોરબી સિરામિક અસોસિયેશન દ્વારા પોતાનો સ્ટોલ રાખવામાં આવ્યો છે. આ સ્ટોલમાં મોરબી સિરામિક ઉધોગની માહિતીનું પ્રદશન ગોઠવામાં આવ્યું છે. આ અંગે મોરબી  સિરામિકના પ્રમુખ કે.જી.કુંડારિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2016ની ભવ્ય સફળતા બાદ નવેમ્બરમાં ફરીથી વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સિરામિક અસોસીશેયન સહિતની સંસ્થા દ્વારા વિશ્વભરમાં વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017નો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે મોરબી સિરામિક ઉધોગને વિશ્વસ્તરે લઇ જવા ૨૦૧૭માં ૧૬ થી ૧૯ નવેમ્બર સુધી ગાંધીનગર, ગુજરાતમાં યોજાઈ રહેલા વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017ના વિશ્વિક પ્રચાર માટે કેનેડામાં આ સ્ટોલ રાખવામાં આવ્યો છે. જેનો કેનેડા એક્ષ્પોમાં આવતા સિરામિક સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં સ્ટોલની મુલાકાત લઇ રહ્યા છે. અને વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017ને સારો પ્રતિસાદ આપી રહ્યા છે.

- text