સમસ્ત મચ્છુકાંઠા અને હાલાર રબારી સમાજ તરફથી ગોવંશ હત્યાનાં કડક કાયદાનાં અમલ બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સમ્માન

દેવેન રબારી સાથે શ્રી વડવાળા યુવા સંગઠનના યુવા સભ્યો નીતિનભાઈ, દિનેશભાઇ, ધારાભાઈ, બાબુભાઇ મોરી વગેરે તથા મોરબી રબારી સમાજનાં આગેવાનોએ મુખ્યમંત્રીને સાલ ઓઢાડી 

માલધારી સમાજનાં તમામ પ્રશ્નોનાં નિરાકરણ લાવવાના વિશ્વાસમત સાથે રબારી સમાજનાં સમૂહ લગ્નને વધાવતા વિજયભાઈ રૂપાણી

શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજીત આગામી રબારી સમાજનાં ત્રિતય સમૂહ લગ્નને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ શુભકામનો પાઠવી

મોરબી : માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા તાજેતરમાં ગોવંશ હત્યાનાં કાયદાને કડક બનાવી અમલમાં મૂકવા માટે શ્રી વડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા સમસ્ત મચ્છુકાંઠા અને હાલાર રબારી સમાજ તરફથી મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરવામાં આવ્યુ છે. અવારનવાર મોરબી વિસ્તારનાં માલધારીઓના વિવિધ પ્રશ્નોની સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે જેના પ્રત્યુતરરૂપે હકારાત્મક જવાબ આપી આગામી દિવસોમાં માલધારીઓનાં તમામ પ્રશ્નોનું નિરાકરણ સરકાર કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આપેલો હતો.
શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આયોજીત આગામી રબારી સમાજનાં ત્રિતય સમૂહ લગ્નને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ શુભકામનો પાઠવી હતી. આ મુલાકાત પ્રસંગે મોરબીના દેવેન રબારી સાથે શ્રી વડવાળા યુવા સંગઠનના યુવા સભ્યો નીતિનભાઈ, દિનેશભાઇ, ધારાભાઈ, બાબુભાઇ મોરી વગેરે તથા મોરબી રબારી સમાજનાં આગેવાનો અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી હિરેનભાઈ પારેખ તેમજ વાંકાનેર ભાજપના જીતુભાઇ સોમાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં