મોરબી તાલુકાના ખેડૂતોને કેનાલમાંથી મળશે સિંચાઈનો લાભ

- text



ધારાસભ્યના પ્રયાસથી તા.૧ જુનથી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો

- text

મોરબી : તાલુકાના ખેડૂતો માટે ઘણા સમયથી સિંચાઈની સુવિધાના અભાવનો ગંભીર પ્રશ્ન છે. ત્યારે તાલુકાના ખેડૂતોને જરૂરિયાત સમયે કેનાલમાંથી સિંચાઈની સુવિધા મળે તેવા ઉજળા સંકેતો મળ્યા છે. ધારાસભ્યના પ્રયાસોથી તા.૧ જુનથી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડવાની નિર્ણય લેવાયો છે.
મોરબી તાલુકાના ખેડૂતો માટે ઘણા સમયથી કેનાલમાંથી સિંચાઈનો લાભ મેળવવા માટે ઝંખી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય અમૃતિયાના પ્રયાસથી ખેડૂતોને કેનાલમાંથી સિંચાઈનો લાભ મળે તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે. ખેડૂતોને સિંચાઈનો કેનાલમાંથી લાભ મળે તે માટે ધારાસભ્ય અમૃતીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને જળસંપતિ મંત્રી નાનુભાઈ વનાણી સાથે મીટીંગ કરી હતી. અને મોરબી વિસ્તારના ખેડૂતોની તરફેણમાં નિર્ણય લેવડાવ્યો હતો. સરકારે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી બ્રાહ્મણી નદીની ટેઈલ સુધીના મોરબી તાલુકાના ખેડૂતો માટે તા.૧ જુનથી પાણી છોડવાની જાહેરાત કરી છે. ધારાસભ્યની સાથે રજૂઆત સમયે મોરબી પંથકના ખેડૂત આગેવાન તેમજ સરપંચો ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

- text