મોરબી પોલીસે સિરામિક કોલગેસના કદડાનો ગેરકાયદેસર નિકાલ કરતાં ત્રણ વાહનો ઝડપી લીધા

પોલીસે વાહનો ઝડપી પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોરબીની કચેરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું

મોરબી : આજ રોજ પોલીસ અધિક્ષક જયપાલ સિંહ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.પો. સબ ઈન્સ. શ્રી આર.ટી. વ્યાસ તથા એસ.ઓ.જી. સ્ટાફનાં અધિકારીઓએ પેટ્રોલિંગ દરમિયાન જેતપર ગામ જતા રંગપર ગામનાં બસ સ્ટેન્ડ પાસે ૪થી ૬ ટનની કેપીસીટીવાળા ટાંકા ફીટ કરેલા ત્રણ મેટાડોર સિરામિક કારખાનાનાં ગેસીફાયર (કોલગેસ)ના ગંદા કચરાનાં હોવાનું માલૂમ પડતા ડ્રાઈવરોને પકડી પાડી પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોરબીની કચેરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું હતું.
મોરબી એસ.ઓ.જી.એ શંકાસ્પદ લાગતા સિરામિક ડામરનાં કચરાના ત્રણેય વાહનોમાંથી કોલગેસ ઝડપી વાહનો ડિટેઈન કરી વાહન ચાલક રમેશ ભાંગરા, રાજેશ રબારી અને ઉમેશ કરોતરાને વિશેષ પૂછપરછ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી પોલીસ અધિક્ષક જયપાલ સિંહ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.પો. સબ ઈન્સ. શ્રી આર.ટી. વ્યાસ તથા એસ.ઓ.જી. સ્ટાફનાં પો.હેડ. કોન્સ. શંકરભાઈ ડોડીયા, મણીલાલ ગામેતી, કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ, મયુરધ્વજ જાડેજા, ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયાની ટીમે કરેલી છે.⁠⁠⁠⁠