સિરામિકના પ્રમુખ આપણા મોરબીના વિકાસ માટે શું વિચારે છે ? વાંચો અહીં..

- text


– મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ મોરબી અપડેટનાં માધ્યમ પર મોરબીનાં સુખ-શાંતિ અને સર્વાંગી વિકાસમાં એક સહિયારુ ડગલું ભરવાની લોકલાગણી રજૂ કરી

– મોરબીને વિશ્વમાં નંબર વન બનાવવા તમામ સમાજસેવીઓ એક મંચ પર આવવા નિલેશભાઈ જેતપરિયાનું આહવાન

મોરબી : મોરબી શહેર અને અહીંના સીરામીક ઉદ્યોગનું હિત સતત જેમના હૈયામાંથી વહ્યા કરે છે. જેમને સીરામીક એસોસિયેશનનું સુકાન સંભાળી મોરબીના સિરામિક ઉદ્યોગને એક નવા આયામ અને નવી ઉંચાઈએ લઇ જવા રીતસર અભિયાન હાથ ધર્યું છે એવા મોરબી સિરામિક એસોશિયેસનની ટીમના આગેવાનો નિલેશ જેતપરીયા અને કે.જી.કુંડારીયા સહિતની સમગ્ર એસોસિયેશનની ટિમ પોતાની સૂઝ બુઝથી સમગ્ર સીરામીક પરિવારને સાથે રાખી ઉધોગ અને શહેરના પ્રશ્નો માટે સતત કાર્યરત રહે છે. ત્યારે મોરબી સિરામિક એસોસિયેશનની ટીમના નિલેશભાઈ જેતપરિયાએ મોરબી અપડેટ સાથેની વિશેષ વાતચીતમાં સમગ્ર મોરબી જિલ્લાવાસીઓ પ્રત્યે પ્રેમ અને લોકલાગણી દર્શાવતા જણાવ્યું હતું કે, હું મોરબી અપડેટના માધ્યમથી મોરબીને વિશ્વમાં નંબર વન બનાવવા તમામ તૈયારી દર્શાવી સમાજસેવીઓ એક મંચ પર આવવા આહવાન કરું છું. તેઓ વધુમાં જણાવે છે કે મોરબી એટલે સૌરાષ્ટ્રનું ગૌરવ. ભારતનું કોઈ ઘર, ઓફીસ કે સ્થળ એવા નહીં હોય જ્યાં મોરબીની, મોરબીમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ ન થતો હોય. સમગ્ર ભારતનો સમય પણ મોરબી જ સાચવે છે ત્યારે મોરબીની યુવા પેઢી ખરેખર અલગ અલગ પ્રકારે લોકોની સુખાકારી માટે હરહમેશ કંઇને કંઇ નવું કરતી આવી છે જેમાં શનાળાના ગ્રામજનો અને આખી  યુવા જ્ઞાનોત્સવ ટીમ દ્વારા આયોજીત મોરબી યુવા જ્ઞાનોત્સવ, યંગ ઈન્ડિયા ગ્રુપની વિવિધ લોકોપયોગી કામગીરી, જીવરાજબાપાનો વૃક્ષારોપણ, વેલજીકાકાની પાંજરાપોળની પ્રવૃત્તિ, યદુનંદન ગ્રુપ દ્વારા થતી ગૌ માતા માટેની સેવા, ઉમિયા પરિવાર દ્વારા પરિવારના જ વિધવા બહેનો માટે નાણાકીય સહાય, સિરામિક પરિવાર દ્વારા સીસટીવી કેમેરા પ્રોજેકટ, સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્ત પરિવારનું સન્માન, ડો. શતિષ પટેલ જેવા લોકો દ્વારા શ્રેષ્ઠ માતાનો એવોર્ડ, મોરબીનાં ડોક્ટરો દ્વારા મેડીકલ એશોસીયેસન દ્વારા આયોજીત કેમ્પો, બ્લડ ડોનેસન માટેના કેમ્પ તેમજ યુવા પેઢી દ્વારા અવારનવાર થતા સારા નરસા પ્રસંગોપાત દરેક લોકોને સાથે રાખી અને દરેક વર્ગ ના લોકો માટે ઘણાબધા સમાજસેવી સતત લોકપયોગી કાર્ય કરતા રહે છે ત્યારે મોરબી આજે એક અલગ વાઈબ્રન્ટ અને મોડેલ સિટીની દિશા તરફ હરણફાળ ભરી રહ્યું છે. તાજેતરમાં મોરબીનાં યુવાન ઉદ્યોગપતિ હરેશ ગાંભવા (રાધે) તરીકે જાણીતા છે જેમણે શહેરની ઝૂપડપટી વિસ્તારમાં જઈને લગભગ ૧૦૦૦થી વધુ બાળકોને આઈસ્ક્રીમ અને કેન્ડી વિતરણ કર્યું. આવી રીતે મોરબી સતત વિકસતા ઉદ્યોગની સાથે સામાજિક, આર્થિક અને ધાર્મિક દિશામાં સર્વાંગી વિકાસ કરી રહ્યું છે. એ સમયે બધા લોકો સાથે હળીમળીણે આવતા ૨૦ વર્ષ માટે મોરબીનાં પ્રગતિશીલ વિકાસ અને ઔદ્યોગિક વિકાસની માટે કરવા પડતા સુધારાલક્ષી પ્રોજેકટ મોરબી માટે એક નક્કર પ્લાન સાથે ઘડવાનો સમય આવી ગયો છે. મોરબીમાં અનેક સામાજિક સેવાભાવી લોકોનાં સંગઠનો છે તો આપણે બધા સાથે મળીને મોરબીના સમાજસેવી લોકોનું મિલન થવું જોઈએ જે માટે અમારા સિરામીક પરિવાર જે કરવું પડે તે કરવા માટે બધી જ રીતે તૈયાર છીએ તો હું મોરબી અપડેટનાં માધ્યમ થકી મોરબીવાસીઓને હાકલ કરું ચુ કે, ચાલો મિત્રો સૌ સાથે મળીને મોરબીએ જે રીતે સિરામિક ઉદ્યોગમાં બીજા નંબરનું સ્થાન મેળવ્યું છે તે રીતે તમામ ક્ષેત્રમાં મોરબીની ગણના વિશ્વમાં થાય તે માટે બધા સાથે મળીને એક ડગલું આગળ માંડીએ… નિલેશભાઈએ સૌરાષ્ટ્રનાં પેરીસ સમુ મોરબી વિશ્વમાં શ્રેષ્ઠ બને તે માટે બધા સાથે મળી મોરબીનાં સુખ-શાંતિ અને વિકાસમાં એક સહિયારુ ડગલું ભરવાની લોકલાગણી મોરબી અપડેટનાં માધ્યમ થકી વ્યકત કરી હતી.

- text