મોરબી : વોર્ડનં ૧૨માં આલાપ મેઈન રોડ રૂ.૧ કરોડના ખર્ચે સીસી રોડ બનશે

- text


ધારાસભ્ય અમૃતિયાના વરદ હસ્તે ભાજપના આગેવાન દિલીપ સંઘાણી, લાખાભાઈ એમ. જારીયાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું

મોરબી : ગુજરાત સરકારના ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૨ના આલાપ મેઈન રોડનું સીસી રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કાંતિભાઈ એસ. અમૃતિયાના વરદ હસ્તે ભાજપના આગેવાન દિલીપ સંઘાણી, લાખાભાઈ એમ. જારીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. લીલાપર રોડથી આલાપ રોડનું અંદાજે રૂ.૧ કરોડનાં ખર્ચે સીસી રોડનું કામ પૂર્ણ થશે. આ કાર્યક્રમ તિરૂપતિ સોસાયટી સામે, આલાપ મેઈન રોડ રામદેવપીરના મંદિરની સામે યોજાયો હતો. જેમાં મોરબી નગરપાલિકા પ્રમુખ નયનાબેન એસ.રાજગુરૂ, નગરપાલિકાના ઈ.ચા.ચીફ ઓફિસર સાગર રાડિયા સાથે બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતાં. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીનો આલાપ રોડ ઘણા સમયથી કથળેલી હાલતમાં છે. રોડની ખરાબ દુર્દશાને કારણે સોસાયટીના લોકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી છે. ત્યારે મોરબીમાં વોર્ડનં ૧૨માં આવતા આ રોડને સીસી રોડ બનાવવાનું કાર્ય શરુ કરતાં આનંદનાં સમાચાર છે.

- text