ટંકારા : ૬૪ વર્ષીય પટેલ ઉદ્યોગપતિ એ સાધુ વેશે ૩૨૦૦ કિ.મી પગપાળા ચાલીને કરી નર્મદા પરિક્રમા

- text


- text

૪ મહિના પગપાળા નર્મદા પરિક્રમા કરી ઓળખી ભારતીય સંસ્કૃતિની સેવા અને સત્કાર્ય ભાવને

ટંકારા : ૬૪ વર્ષીય પટેલ ઉદ્યોગપતિ એ ૪ મહિના પગપાળા ચાલી ૩૨૦૦ કિ.મી.ની મા નર્મદા પરિક્રમા ૪ મહીનામાં ઓમકાલેશ્ર્વરથી સાધુ વેશ ધરી અલખનાં નાદે શરૂ કરી સફળતાપૂર્ણ પૂરી કરી હતી. આ જાત્રા દરમિયાન પટેલ ઉદ્યોગપતિએ કુદરતનાં સાનિધ્યમાં ત્રણ રાજ્યના કિનારાઓ પરનાં અનેક સ્થળોની જાતજાત ને ભાતભાતની સંસ્કૃતિ અને રહેણીકરણી નીહાળી હતી.
ટંકારાનાં નશીતપર ગામના પાટીદાર યુવાન વર્ષો પહેલાં ટંકારા ધંધા અર્થે આવ્યા હતા. આજે મોટા ગજાનાં ઉદ્યોગપતિમાં જેની ગણના થાય છે એવા શિવલાલભાઈ અંદરપા અને તેમના મિત્ર સમા માસા ગીરધરભાઈને નર્મદાની પરિક્રમા કરવાનો વિચાર આવ્યો. અવનવા સાહસ કરવામા સદાય માહેર પાટીદારે વિચારને વ્યવહારમાં અમલ કરવાની તૈયારી શરૂ કરી અંકલેશ્વરખાતેથી ઉદ્યોગોપતિઓએ સાધુઓના વેશે મા નર્મદાની પરિક્રમા કરવા ૩૨૦૦ કિલોમીટરની યાત્રાએ નીકળી પડ્યાં. આશરે ૪ મહિનાની પગપાળા જાત્રા કરી પરત ફરતા સમયે પટેલ ઉદ્યોગપતિએ મોરબી અપડેટને જણાવ્યું કે, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ને ગુજરાતની ભાતીગણ સંસ્કૃતિ અને કુદરતી શૌદર્ય અદ્ભુત ને અનોખુ છે. મા નર્મદાનાં કિનારે આજનાં કળિયુગમાં આધુનિક સમયે સંસારના કેવા દયાવાન મહેનતુ અને સાધુ પ્રેમ કરનારા લોકો પોતાના પરિવાર સાથે હળીમળીને રહે છે તે અનુભવા જેવુ છે. જે જીવનમાં સેવા કરવાની પ્રેરણા પૂરી પાડે છે. અંતે દરરોજ ધર્મ લાભ કરી સાધુ જીવન ગાળવાના ચાર માસ પટેલ ઉદ્યોગપતિ માટે આ જીવન યાદગાર બની રહેશે તેવુ જણાવ્યું હતું.

- text