શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાની વાત અફવા : લલિત કગથરા

ટંકારા : હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાની વાત ચર્ચાનો મુદ્દો બની છે. ટંકારામાં પણ આ મુદ્દે ચોરેને ચોટે ચર્ચા થઇ રહી છે. ત્યારે આ ચર્ચાની વચ્ચે શંકરસિંહ વાઘેલા ના નિકટના ગણાતા અને ટંકારા-પડધરીના કોંગ્રેસના કદાવર નેતા લલિત કગથરાએ ટેલિફોનિક વાતચીતમાં મોરબી એટેડના રિપોર્ટરને જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાની વાત સદંતર અફવા છે. શંકરસિંહ વાઘેલા બીજેપી મા જવાની વાત તો દુર રહી પણ બાપુને મુખ્યમંત્રી બનાવે તોય બાપુ ભાજપ સામુ જોવા નો પ્રશ્ન નથી. લલિત કગથરાએ હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાની વાત ચર્ચાને આગામી ચૂંટણીમાં હાર ભાળી ગયેલા ભાજપની ચાલ હોવાનું જણાવ્યું હતું.