ટંકારાની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ખાલી જગ્યા ભરવા રજૂઆત

- text


ટંકારા સરકારી હોસ્પિટલની વર્તમાન સ્થિતિની પોલ ખોલતી મોરબી જિલ્લા
કોંગ્રેસેની અરજી

ટંકારા : મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યાલય મંત્રી કાન્તિલાલ ડી. બાવરવાએ ટંકારાની સરકારી હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ભરવા બાબતે મુખ્ય સચિવ– ગુજરાત રાજ્ય, ગાંધીનગરને અરજી કરી તાત્કાલિક ખાલી જગ્યાઓ ભરવાની માંગણી કરવામાં આવી છે.
રજુઆતમાં મોરબી જિલ્લાનાં ટંકારાની સરકારી હોસ્પિટલની વર્તમાન પરિસ્થિતિ વિશે જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા હાલમાં ટંકારા તાલુકાને ખૂબ જ અન્યાય થઇ રહ્યો છે. ટંકારામાં સરકારી હોસ્પિટલ હોવા છતાં ટંકારા વિસ્તારના દર્દીઓ રામભરોસે છે અને ગરીબ દર્દીઓને નાછૂટકે પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો લેવાની ફરજ પડી રહી છે. જે પાછળનું મુખ્ય કારણ સરકારી હોસ્પિટલના સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ છે. હાલમાં ટંકારાની હોસ્પિટલમાં યાંત્રિક સુવિધાઓ હોવા છતાં સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી. હાલમાં ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલ જગ્યાઓ માંહેની મોટાભાગની અગત્યની જગ્યાઓ ખાલી પડી છે. જે તે વિભાગના ડોક્ટરો, ટેકનીશ્યનો વગેરેની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને સારવાર મળતી નથી. જેના કારણે નાછૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ દાક્તરી સુવિધાના મોટા બીલો ચૂકવવા પડે છે. આ ઉપરાંત ટંકારા તાલુકાના પ્રાયમરી હેલ્થ સેન્ટરના મકાન બાંધકામનું કામ મંજૂર થયેલ છે તેવું કહેવામાં આવે છે, પરંતુ કામ હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી. જો આ કામ વહેલાસર થાય તો લોકોને સુવિધા મળે અને સરકારને ભાડા નો ખર્ચ પણ બચે. તેવું કાન્તિલાલ ડી. બાવરવા (મો. ૯૮૨૫૧૩૯૯૯૨) ની યાદીમાં જણાવાયું છે.

- text