મુખ્યમંત્રીનાં હસ્તે સીમ્પોલો ગ્રુપના એમ.ડી. જીતેન્દ્રભાઈ અઘારા “સૌરાષ્ટ્ર રત્ન” એવોર્ડથી સમ્માનિત

- text


- text

ઉદ્યોગ સાહસિક જીતેન્દ્રભાઈ અને સીમ્પોલો કંપની પોતાની શ્રેષ્ઠતા, સાહસ અને વિક્રમો વડે રાષ્ટ્રીયસ્તરે બ્રાન્ડ બન્યા

મોરબી : ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે સીમ્પોલો ગ્રુપના એમ.ડી. શ્રી જીતેન્દ્રભાઈ ઠાકરશીભાઈ અઘારાને સિરામિક ક્ષેત્રમાં પોતાના આગવા અને વિશિષ્ટ પ્રદાન બદલ સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડથીસમ્માનિત કરવામાં આવ્યા છે.
મોરબી સ્થિત સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં આગવી ઓળખ ધરાવતી સીમ્પોલો કંપની માત્ર આઠ વર્ષના ટૂંકા સમયગાળામાં એક પ્રાદેશિક કક્ષાની સેનેટરીવેર કંપનીમાંથી વિશાળ કક્ષાની સીમ્પોલો ગ્રુપ બની છે, આ કંપની ટૂંકી ઝડપે સફળતાની સફર હાંસલ કરી રાષ્ટ્રીયસ્તરે જે નામના મેળવી શકી છે તે નામના પાછળ તેમના માલિક શ્રી જીતેન્દ્રભાઈ અઘારાનું ખાસ યોગદાન રહેલું છે. હાલમાં સાત યુનિટ સાથે વીટ્રીફાઈડ ટાઈલ્સ, વોલ ટાઈલ્સ અને સેનેટરી પ્રોડક્ટસના પ્લાન્ટ સાથે મસમોટા વિસ્તારમાં પથરાયેલી સીમ્પોલો કંપનીનું ઉત્પાદન ક્ષમતા દરરોજની 90 000 ચોરસ ફૂંટ અને સેનેટરી વેર એકમની 8000 છે. ઈનોવેટિવ પ્રોડેક્ટ્સ અને વર્લ્ડક્લાસ ક્વાલિટીની આગ્રહી આ કંપની દેશની ટોચની પાંચ કંપનીમાં પોતાનું સ્થાન ધરાવે છે. આ કંપનીના એમ.ડી. જીતુભાઈની ધંધાકીય ધગશ, મહેનત અને વેપારી સૂઝબૂઝના પરિણામ સ્વરૂપ સીમ્પોલો ગ્રુપનુંવર્ષ ૨૦૧૬-૧૭નું વાર્ષિક ટર્ન ઓવર ૮૦૦ કરોડનું રહ્યું છે. સતત નવું લાવવા અને અવનવું અપનાવવા તત્પર રહેતા તથા નવીનત્તમ ટેક્નોલૉજી સાથે આધુનિકતાના સતત આગ્રહી જીતેન્દ્રભાઈનું સીમ્પોલો ગ્રુપનું એચ.આર.ડી. (રિસર્ચ અને ડેવલોપમેન્ટ) આંતરરાષ્ટ્રીય કક્ષના પ્રયાસોથી નિર્માણ પામી અનેક ઉપલબ્ધિની લાંબી સૂચિ ધરાવે છે. સૌથી વ્હાઈટેસ્ટ ટાઈલ્સ ‘આલાસ્કા વ્હાઈટ’ હોય કે જેના પ્રશંસક અને ગ્રાહક ખુદ રતન ટાટા પણ છે કે પછી સૌ પ્રથમ નેનો ટેક્નોલૉજીનો ઉપયોગ હોય કે પછી ૧૬ એમએમ આઉટડોર ટાઈલ્સનું ઉત્પાદન હોય. આં બધી જ યશ, કીર્તિ અને વિક્રમો સીમ્પોલો ગ્રુપનાં નામે મુગટની જેમ શોભે છે.

- text