મોરબી : રાત્રે અંધારા..દિવસે અજવાળા..શનાળા રોડ પર દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ !

- text


મોરબી : મોરબીના મોટાભાગ ના અંદરના વિસ્તારોમાં રાત્રે નગર પાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદો રહે છે. પરંતુ મોરબી નગર પાલિકાના અણઘણ વહીવટના કારણે શહેરમાં રાત્રે અંધારા અને દિવસે અજવાળાની ઉલટી ગંગા જોવા મળી રહી છે. શનાળા રોડ પર આવેલ સ્ટ્રીટ લાઈટો અને હાઈ-માસ્ક લાઈટો દિવસે ઝળહળતી જોવા મળી હતી. એક બાજુ સરકાર વીજળી બચતના ઢોલ પીટે છે. જયારે બીજું બાજુ સરકારી તંત્રના અણઘણ વહીવટના કારણે વીજળીનો વ્યય થઇ રહ્યો છે.

- text