જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૧૫ લોકોનું કાઉન્સેલિંગ કરીને વ્યસન મુક્ત કરાયા

મોરબી : જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માટેલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આરોગ્ય તંત્રના ડોકટરો દ્વારા ડાયાબીટીશ, બીપી,કીડની સહિતના રોગોના ૬૦ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં એક કિડનીનો દર્દી શંકાસ્પદ જણાતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. તેમજ ૨૨ સગર્ભાઓનું નિદાન કરી સારવાર કરાઈ હતી. આ ઉપરાંત વ્યસન મુક્તિનો કેમ્પ યોજાયો હતો. જેમાં દરેક દુકાનોએ જઈને વ્યસનથી આરોગ્યને થતી નુકશાનીથી માહિતીગાર કરાયા હતા.તેમજ ૧૫ લોકોનું કાઉન્સેલિંગ કરીને વ્યસન મુક્ત કરાયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી ટોબ્રકો કન્ટ્રોલના કંદર્પ આદોજા તથા ઢૂવા પીએચસીના ડોકટરોએ ભારે જહેમત ઉઠાવી હતી.