અમદાવાદ ખાતે સિરામિક ઉદ્યોગ માટે અદ્યતન લેબોરેટરી સહિતની સુવિધા આપવાની સફળ રજૂઆત કરતા પ્રમુખ કે.જી. કુંડારીયા

સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામીક રિસર્ચ સેન્ટરની ૭૬મી એડવાઈઝરી કમિટીની બેઠકમાં સફળ રજૂઆત

મોરબી : આજ રોજ સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામીક રિસચઁ સેન્ટરની ૭૬મી એડવાઈઝરી કમિટીની અમદાવાદ ખાતે મિટિંગ મળી હતી. જેમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ તરીકે કે. જી. કુંડારીયા સાહેબે બેઠકમાં હાજરી આપી મોરબીનાં સિરામિક ઉદ્યોગ માટે જરુરી હોય તેવી તમામ બાબતોની વિગતવાર છણાવટ કરતા મોરબીને અદ્યતન લેબોરેટરી સાથે અમદાવાદ સેન્ટરને અદ્યતન બનાવવા માટેનાં નવા સાધનો અને વૈજ્ઞાનિકો આપવા તથા તમામ પ્રકારનું ફંડ આપવાનું સૂચવ્યું હતું. જેથી મોરબી સિરામિક ઉદ્યોગને તેનો મહત્તમ લાભ મળી શકે.
સાથે સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ સેન્ટર અમદાવાદ મોરબીમાં વારંવાર સેમીનારનું આયોજન યોજી ઉદ્યોગપતિઓ અને કારીગરોને ટ્રેનીંગ અને ટીચિંગ આપે તેવી માંગણી એડવાઈઝરી કમિટીની બેઠકમાં કે.જી. કુંડારીયા સાહેબે કરી હતી. તેમજ નવી ટેકનૉલોજી આયાત કરીને મોરબી સિરામિક ઉદ્યોગને આપવા જણાવ્યું હતું. જે નવી ટેક્નોલૉજીમાં ગેસ સાથે હાઇડ્રોજનનો ઉપયોગ કરવા, ઓક્સીરીચ ક્મ્બશન સિસ્ટમ લાવવી, સ્લગને સાયકલીંગ કરીને ઉત્પાદક બનાવવો, પાણીની સમસ્યા માટે સ્પેનની વૈકલ્પિક ટેક્નોલૉજી લાવવી વગેરે વિશે વિગતવાર માહિતી આપી હતી. મોરબી અપડેટને કે.જી. કુંડારીયા સાહેબે કહ્યું હતું કે, આ કમિટી થકી સિરામિક ઉદ્યોગનો વધુને વધુ વિકાસ થઈ તમામ પ્રકારની સહાયતા મળી રહે તે માટે પ્રયત્નશીલ અને મોરબી સિરામિક ઉદ્યોગમાં જાગૃતતા લાવવા કાર્યરત છીએ. સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામીક રિસર્ચ સેન્ટરની ૭૬મી એડવાઈઝરી કમિટીની યોજાયેલી બેઠકમાં ઉદ્યોગ કમિશ્નર મમતા વર્મા, અંબાણી સિરામિકવાળા ભાવેશ અંબાણી પણ હજાર રહ્યા હતા.