મોરબી નગર પાલિકાના કર્મચારીઓ ધરણા પર બેઠા

- text


આજે સવાર થી સાંજ સુધી તમામ કર્મચારીઓનું  ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન

 

મોરબી : નગરપાલીકાના કર્મચારીઓ સાતમાં પગાર પંચની માંગણીના મુદ્દે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. પાલિકા કર્મચારીઓના તબક્કાવાર આંદોલનના ભાગરૂપે આજે મોરબી નગર પાલિકાના તમામ કર્મચારીઓ પાલિકા કચેરી ખાતે ધરણા પર બેઠા છે.

- text

મોરબી સહીત રાજ્ય ની 162 નગરપાલિકા ના કર્મચારી ઓ લાંબા સમય થી સાતમા પગાર પંચ ના લાભ આપવાના મુદ્દે સરકાર સામે લડત ચલાવી રહયા હતા અનેક વખત રજુઆતો કરવા છતાં સરકારે આ મુદ્દે નમતું ન જોખતા પાલિકા ના કર્મચારીઓ સરકાર સામે એલાન એ જંગ છેડ્યો છે અને આગામી સમય માં તબ્બકા વાર આંદોલન ચલાવવાની ઘોષણા કરી હતી. જેમાં અગાવ મોરબી નગરપાલિકા ના કર્મચારીઓ નગરપાલિકા કચેરી થી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી કાઢી જિલ્લા કલેકટર ને પત્ર પાઠવ્યું હતું. ત્યાર બાદ રાજ્યની તમામ 162 પાલિકાના કર્મચારીઓની સાથે મોરબી પાલિકાના તમામ 380 કર્મચારીઓ પણ તારીખ 12 ના રોજ એક દિવસની માસ સીએલ પર ઉતરી આંદોલનમાં જોડાયા હતા. જયારે આજે તારીખ 16 ના રોજ મોરબી પાલિકાના તમામ કર્મીઓ ધરણા પાર બેસી ગયા છે પાલિકા કર્મચારી મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ morbiupdate.comને જણાવ્યું હતું કે રાજ્ય નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા ચાલતા આ આંદોલનમાં મોરબી પાલિકાના કર્મચારીઓ જોડાયા છે. જેના ભાગ રૂપે આજે તારીખ 16 ને મંગળવારે સવારે 9:00 થી 5:00 કલાક સુધી તમામ કર્મીઓ પ્રતીક ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો છે. તેમજ આંદોલન ના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગામી તારીખ 20 ને શનિવારે ગાંધીનગર ખાતે નગરપાલિકા યુનિયન ની બેઠક યોજવાની જાહેરાત કરી છે. 10 દિવશ ના આ જલદ કાર્યક્રમ છતાં સરકાર નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચ આપવા હકારકમક વલણ નહી દાખવે તો તારીખ 20 પછી અચોક્કસ મુદત ની હડતાલ પર અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text