મોરબી જિલ્લામાં દરેક તાલુકા મથકે યુવા ભાજપ દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણ કરાયું

મોરબી, હળવદ, ટંકારા અને વાકાનેરમાં જાહેર સ્થળોએ ભાજપના કાર્યકરોએ રાહદારીઓને છાસ પીવડાવી

મોરબી : મોરબી જિલ્લામાં આજે એકી સાથે ભાજપ યુવા મોરચા દ્વારા દરેક તાલુકા મથકે વિનામૂલ્યે છાસ વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
મોરબી, હળવદ, વાકાનેર અને ટંકારામાં સવારે 10:30 વાગ્યાથી યુવા ભાજપ મોરચાના કરકરો દ્વારા જાહેર સ્થળો પર રાહદારીઓને વિનામુલ્યે ઠંડી છાસનું વિતરણ કર્યું હતું. મોરબી શહેરમાં સુપર માર્કેટ પાસે શહેર યુવા ભાજપ મોરચા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ રવિ સનાવડા, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ વિશાલ ઘોડાસરા, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ શિવમ વિરમગામા, પરિમલ ઠક્કર, નૈમિષ પ્રજાપતિ સહિતના યુવા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટંકારામા મામલતદાર કચેરી સામે યુવા ભાજપ દ્વારા ઠંડી છાસ વિતરણ કરી હતી. આ તકે પ્રમુખ સંજય ભાગિયા, ભાવિન સેજપાલ. ધેટીયા દામજીભાઈ સહીત ના કાર્યકરો હાજર રહ્યા હતા. યુવા ભાજપ મોરચાએ આકરા તાપમાં ગરમીમાં રાહત મળે તે માટે રાહદારીઓને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યાનું જણાવ્યું હતું.