GPCBએ સિરામિક ઝોનમાંથી પાણીનાં નમૂના લઈ ચકાસણી માટે લેબોરેટરિમાં મોકલાયા

- text


મોરબીમાં કોલગેસના પ્રદૂષણ મામલે જીપીસીબીએ અપનાવ્યું કડક વલણ

મોરબી : કેટલાંક સિરામિક એકમો દ્વારા કોલગેસનાં કદડાનો જાહેર નિકાલ કરી પ્રદૂષણ ફેલાવવા આવે છે. આ બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. હાલ પ્રદૂષણ બોર્ડ સિરામિક ઝોનનાં દશેક વિસ્તારોમાંથી પાણીનાં નમૂના લઈ તેમાં પ્રદૂષણનું પ્રમાણ છે કે નહીં તે જાણવા લેબોરેટરિમાં નમૂનાની ચકાસણી કરવા મોકલાયા છે. આ પરથી જણાય આવે છે કે, પ્રદૂષણ બોર્ડે જાહેરમાં કોલગેસ ફેલાવનારાની ખેર કાઢવાના મુડ આવી હરકતમાં આવી ગયું છે.
મોરબીમાં અમુક સિરામિક એકમો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં નિયમો સાથે કુદરત અને મોરબીની જનતાનાં આરોગ્ય સાથે ગંભીર ચેડા કરે છે. આવા સિરામિક એકમો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હરકતમાં આવ્યું છે. આ અંગે જીપીસીબીનાં અધિકારી બી.જી. સુત્રેજાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, હાલ પ્રદૂષણ બોર્ડ સિરામિક ઝોનનાં દશેક વિસ્તારોમાંથી પાણીનાં નમૂના લઈ તેમાં પ્રદૂષણનું પ્રમાણ છે કે નહીં તે જાણવા લેબોરેટરિમાં નમૂનાની ચકાસણી કરવા મોકલાયા છે. જેમાં પ્રદૂષણ બોર્ડે ઢુંવા પાસેનાં લાકડાધાર રોડ, ઘૂટું રોડ પર કાલીન્દ્રી નદીમાંથી, નેશનલ હાઈવે પાસેની કાલીન્દ્રી નદીમાંથી, બેલા ગામનાં વોકળામાંથી , પાવડીયારી પાસેનાં વોકળામાંથી તથા મંદિર પાસેનાં તળાવમાંથી અને સાપર ગામની પાછળનાંભાગેથી સહીત સિરામિક ઝોનમાંથી પાણીનાં નમૂના લઈ તેનું પૃથ્થકરણ કરવા માટે લેબોરેટરિમાં મોકલ્યા છે. જો ચકાસણી માટે મોકલેલા નમૂનામાંથી પ્રદૂષણનું પ્રમાણ જણાશે તો જવાબદાર સમક્ષ આકરા પગલાં લેવામાં આવશે.

- text

કોલગેસનાકદડાનો જાહેર નિકાલ અટકાવવા પોલિસ તંત્રને સાથે રાખી થશે કડક કાર્યવાહી : GPCB
જીપીસીબીનાં અધિકારી બી.જી. સુત્રેજાએ વધુમાં જણાવ્યું હતું કે જેતપર રોડ પર કોલગેસ ભરીને નીકળતાં ટેન્કરો પકડવા પોલિસ તંત્રને સાથે રાખીને કાર્યવાહી કરીશું. જો કોઈ કોલગેસનું ટેન્કર ઝડપાશે તો તે ટેન્કરચાલક તથા તે સિરામિક ટેન્કરનાં માલિક સમક્ષ કલમ 308 હેઠળ ગુન્હો નોંધાશે. જે અંતર્ગત સાત વર્ષ સુધીની જેલની સજા છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એકાએક હરકતમાં આવી કરવામાં આવતી કાર્યવાહીથી પ્રદૂષણ ફેલાવતા સિરામિક એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text