ટંકારા : વ્હાલીઓના પોતાના સંતાનને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવાનાં સંકલ્પથી ખાનગી શિક્ષણ જગતમાં ભૂકંપ

- text


ટંકારા તાલુકાવાસીઓનાં સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરતા કરવાની સાથે વિદ્યાર્થીઓને અવ્વલ નંબરે હોશિયાર બનવાશે

ટંકારા : ગામડેને નેહડે સરકારી શિક્ષણ ગામમાં જ મેળવવાનો નિર્ણય જાણે હવે મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકામાં રીતસર અભિયાન બન્યુ છે તેમ ટંકારા તાલુકા વધુ બે ગામો લખધીરગઢ અને હરીપર(ભુત) ગામે મળેલી ગ્રામજનોની મિટિંગમાં માતા-પિતા પોતાનાં તમામ બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. વ્હાલીઓના આ નિર્ણયથી ખાનગી શિક્ષણ જગતમાં જાણે ભૂકંપ આવ્યો છે. ખાનગી શાળામા આ વર્ષે સંખ્યા વધવાને બદલે ધટતી દેખાય સંચાલકો મુંજવણમાં મુકાયા છે.
કેટલાંક વર્ષોથી ખાનગી શાળામા પોતાના બાળકોનો અભ્યાસ કરાવો એ વાલી માટે ફેશન બની ગઈ હતી પરંતુ પ્રાઈવેટ સ્કુલ દૂરથી ડુંગર રણીયામણા સમાન સાબિત થતા વ્હાલીઓ હવે તેના રતનને ભણાવવા ગણાવવા ફરી એકવાર સરકારી શાળાના ઉમદા શિક્ષણને સહારે આવ્યા છે. ટંકારાના દરેક ગામડાનાં બાળકો સરકારી શાળામાં જ શિક્ષણ મેળવે તે હેતુસરનું કાર્ય એટલુ વેગવંતુ બની ‘શિક્ષણ તો સરકારી’ જ નારા સાથે રીતસર અભિયાન બની ગયુ છે
ટંકારાનાં સંપૂર્ણ આર્થિક સમૃદ્ધ ગામ લખધીરગઢ અને હરીપર(ભુત) ગામની ગૃહિણી દ્વારા મળેલા ગોષ્ઠી કાર્યક્રમમાં સૌ વતિ ધોષણા થઈ એવું જણાવવામાં આવ્યું કે, નવુ સત્ર અમારૂ બાળક ગામની સરકારી શાળામા અભ્યાસ કરશે. ‘શિક્ષણ તો સરકારી જ’નાં જયઘોષ સાથે મળેલી મિટીંગમાં શિક્ષક બારૈયા, રાજકોટીયા નાગજીભાઈ અને ગામ વડીલ આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો વળી જેઓ માટે આ મિટિંગનું આયોજન થયું હતું તેવા હરીપર(ભુત) ગામના યુવાન કેમ પાછળ રહે? આથી અમરશીભાઈ ઢેઢીની આગેવાનીમાં સવજીભાઈ, નિલેશ ભાગીયા, અલ્પેશ પટેલ, અતુલ પટેલ સહિતના તમામ ગ્રામજનો હાજર રહી સરકારી શાળામાં જ શિક્ષણ અપાવવા, મેળવવાનો હુકાર કરી દીધો હતો.

- text