મોરબીની સાર્થક વિદ્યામંદિરની પ્રવૃત્તિને ઉત્તરપ્રદેશ સરકારનું પરોક્ષ અનુમોદન

 


મોરબી : મોરબીમાં 2 વર્ષથી કાર્યરત સાર્થક વિદ્યામંદિર મૂલ્ય શિક્ષણ અને પ્રવૃતિલક્ષી શિક્ષણ માટે જાણીતું નામ બન્યું છે.અઠવાડિયામાં એક દિવસ “No Bag No Book Day” ના નામથી પ્રવૃતિ શિક્ષણનો એક પ્રકલ્પ ચાલે છે. જેમાં સંગીત, રમત-ગમત, યોગ, વૈદિક ગણિત, કરાટે, નૃત્ય, મનોરંજન, માટીકામ અને ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ વગેરે પ્રવૃતિઓ કરવવામાં આવે છે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ કરાવતી આ પ્રવૃતિઓ નિયમિત ચાલુ રહે તે માટે સાર્થક વિદ્યામંદિર સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ ખુબ મહેનત કરે છે.
આનંદની વાત એ છે કે હાલમાં ચૂંટાયેલી ઉત્તરપ્રદેશની ભાજપ/યોગી સરકારે ઉત્તરપ્રદેશની તમામ શાળાઓમાં દર શનિવારે No Bag Day ના નામથી મનોરંજન અને પ્રવૃતિ માટે દિવસ ફાળવવાનું જાહેર કર્યું છે. સાર્થક વિદ્યામંદિરમાં મૂળભૂત રીતે પહેલેથી જ(બે વર્ષથી) ઉજવવામાં આવતા પ્રવૃતિ શિક્ષણ માટેના આવા દિવસ માટે શાળાના સંચાલકશ્રી કિશોરભાઈ ગૌરવ સાથે આનંદ અનુભવે છે. યોગી સરકારના આ આવકાર દાયક નિર્ણયથી સાર્થક વિદ્યામંદીર સાથે સંકલાયેલ વાલી, વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય(શિક્ષકો) ગણના ઉત્સાહમાં વધારો થયો છે. સાર્થક વિદ્યામંદિરની આ પ્રવૃતિને ઉત્તરપ્રદેશ સરકારનું પરોક્ષ રીતે અનુમોદન મળતા આંનદ થયો છે.
વિદ્યાલયને આશા છે કે આ પ્રકારના પ્રવૃતિ શિક્ષણને હજુ વધુ ઉત્સાહી બનાવવા માટે આ પ્રવૃતિ શિક્ષણના પ્રકલ્પ માંથી તમામ શાળાઓ પ્રેરણા મેળવે અને ગુજરાતની તમામ શાળાના વિદ્યાર્થીઓને આ પ્રવૃતિ શિક્ષણનો લાભ થાય.