મોરબીમાં નવલખી ફાટકે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે (1) ફાટક પોહળી કરવી (2) ફાટક પર પોલીસ ચોકી બનાવી (3) ઓવરબ્રિજ બને ત્યાં સુધી રાહ જોવી ? તમારો મત અહી આપો

- text


– તાત્કાલિક ફાટક પહોળી કરી ડબલ ફાટક કરવી જોઈએ.

– નવલખી ફાટક પર મંજુર થયેલો ઓવરબ્રિજ બને ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

– નવલખી ફાટક ચોકડી ઉપર 24 કલાક કાર્યરત પોલીસ ચોકી બનાવી જોઈએ.

ઉપરના ઓપ્શનમાંથી પેહલા શું કરવું જોઈએ ? તે માટે નીચે આપલી લિંક પર ક્લીક કરી તમારો મત આપો..

જણાવો તમારો મત! – Morbi Update Poll

મોરબી : નવલખી ફાટક પાસે વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો ગંભીર પ્રશ્ન છે. જો કે આ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ માટે વાતો વધુ અને નક્કર કામગીરી ખુબ જ ઓછી થઇ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ત્યારે નવલખી ફાટકે સર્જાતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે કેવા અસરકારક પ્રયાસો કરવા જોઈએ. તે માટે મોરબી અપડેટ પર તમારા અભિપ્રાયો જણાવો.

- text

મોરબીના નવલખી ફાટક પાસે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે. અસામાન્ય વાહન ઘસારાથી નવલખી ફાટક ટૂંકું પડી રહ્યું છે. નવલખી ફાટક અતિશય ટ્રાફિકથી પ્રભાવિત છે. બીજી બાજુ આખા દિવસમાં અનેક વખત ટ્રેનો પસાર થતી હોવાને કારણે વખતો વખત ફાટક ઉઘાડ બંધ થતા ફાટકની બંને બાજુ વાહનોની બે કિમી સુધી કતારો લાગે છે. ટ્રેન ફાટકથી પસાર થયા બાદ જલ્દી નીકળવાની કોશિશમાં વાહન ચાલકો જ્યાં જગ્યા મળે ત્યાં આડેધડ ઘુસવા લાગતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. આ ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા છે. અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં અટવાય છે. ઘણા લોકો નવલખી ફાટક પસાર કરવું એ અભિમન્યુના સાત કોઠા કરવા જેવું કપરૂ લાગે છે. નવલખી ફાટકે ટ્રાફિકની સમસ્યા ભયંકર છે. જો કે વર્ષોથી આ મુદે વાતો ઘણીને પ્રયાસો ઓછા થયા છે.જો કે અમુક લોકોએ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મેળવવા વોટસઅપ ગ્રુપ બનાવ્યું છે. જેમાં ગ્રુપનો એક સભ્ય નવલખી ફાટકે ટ્રાફિકની સ્થિતિ કેવી છે તેનો વોટ્સઅપમાં ચિતાર આપે છે. જો કે ટ્રાફિકની સ્થિતિ સારી હોય તો ત્યાંથી વોટસઅપ ગ્રુપમાં જોડાયેલા લોકો નીકળે છે. આ સ્થિતિ એવો નિર્દેશ આપે છે કે લોકો નવલખી ફાટકની ટ્રાફિક સમસ્યાથી કેટલી હદે કંટાળી ગયા છે. જો કે થોડા સમય પહેલા નવલખી ફાટકના બંને બાજુના માર્ગો પહોળા કરાયા હતા. પરંતુ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે જે જરૂરી હતું તે ફાટક પહોળું ન કરાતા ટ્રાફિકની સ્થિતિમાં કશો જ ફરક પડ્યો નથી. જો કે હમણાં નવલખી ફાટક પર ઓવરબ્રિજની મંજુરી મળી છે. પરંતુ આ કામ માટે બે વર્ષ જેટલો સમય લાગે તેવી શક્યતા છે. નવલખી ફાટકની સમસ્યા મોરબીના દરેક વ્યક્તિને સ્પર્શે છે. તેથી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શું કરવું જોઈએ તે માટે લોકો મોકળા મને અભિપ્રાય આપી શકે તે માટે મોરબી અપડેટએ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.

 

 

- text