આજે છે મધર ડે..ત્યારે વાંચો અહીં..દિવ્યાંગ પુત્રીના વિકાસ માટે મોરબીની માતાની સંઘર્ષગાથા..!

- text


દિવ્યાંગ પુત્રીના વિકાસ માટે માતાએ શરૂ કરી દિવ્યાંગોની શાળા

પુત્રીને શાળામાં પ્રવેશ ન આપતા : માતાએ તાલીમ લઇ શરૂ કરી પોતાની શાળા

મોરબી : તા.14 મે એટલે મધર ડે… ત્યારે મધર ડે નિમિત્તે માતાપુત્રીના પવિત્ર સબંધોને ઉજાગર કરતા મમતામયી માતાની સંઘર્ષગાથાનો કિસ્સો અહી પ્રસ્તુત છે. મોરબીમાં એક માતા જે પોતાની પુત્રીના વિકાસ માટે પોતે તાલીમ લઇ દિવ્યંગોની શાળા બનાવી છે.માતા દુનિયામાં સૌથી વધુ પ્રેમ પોતાના બાળકોને કરતી હોય છે. તેમાં પણ જો બાળક મનો વિકલાંગ હોય તો તેનો પ્રેમ ઓછો નથી થતો ઉલટાનો વધી જાય છે. એવા મોરબીના રવાપર, કેનાલ રોડ પર રહેતા દુર્ગાબેન નરેન્દ્રભાઈ કૈલા ( ઉ.મ ૪૯) તેની પુત્રી નેહા જે બાળપણથી દીવ્યાંક તેની પર પોતાનું પૂરું જીવન ન્યોછાવર કરી દીધું છે.

- text

દુર્ગાબેન છેલ્લા ૧૩ વર્ષથી માં મંગલમૂર્તિ મનોવિકલાંગ શાળા ચલાવે છે. આ શાળા ૨૦૦૪ માં શરૂઆત કરી હતી. શાળા શરૂ કરવાનો મુખ્ય હેતુ પાછળ એક માતાની મમતા છુપાયેલી છે. તેની પુત્રી નેહા ૩ વર્ષની હતી ત્યારે બાલમંદિરે મોકલી હતી પરંતુ પુત્રી મનોવિકલાંગ હોવાથી સંચાલકોએ પ્રવેશ આપવાની ના પાડી હતી. માતાને પોતાની પુત્રી પ્રત્યે અપાર સ્નેહ હોવાથી તેને હિમ્મત ન હારી અને પોતે જુનાગઢ જઈ વિકલાંગો માટેની શારીરિક અને માનસિક તાલીમ લઇ પોતે જ પોતાની પુત્રીની કેળવણી સારું કરી. જેનું સારું પરિણામ પુત્રીમાં જોવા મળ્યું. આ પરિણામ જોઈ ને ડોકટરો પણ ખુશ થયા અને સાથે સલાહ પણ આપી કે નેહા જેવા બાળકોને જો સમૂહમાં તાલીમ મળે તો તેમનો વિકાસ ઝડપ થી થાય. આથી માતા દુર્ગાબેન 2004મા માં મંગલમૂર્તિ મનોવિકલાંગ શાળા શરૂ કરી. અને મોરબી આસપાસના તેમની પુત્રી જેવા મનોવિકલાંગ બાળકોના વાલીઓને શોઘી તેમના બાળકોને આ શાળામાં મોકલવા સમજાવ્યા, અને પછી આ શાળામાં મનોવિકલાંગ બાળકોને શારીરિક, માનસિક સહીતની તાલીમ આપવાનું શરૂ કર્યું. આજે આ શાળામાં ૪ વર્ષથી શરૂ કરીને ૩૪ વર્ષ સુધીના ૫૦ થી વધુ દિવ્યંગો આવે છે. અને તેમણે શાળામાં યોગ, કસરત, રમતગમત, સામાજિક શિક્ષણનું જ્ઞાન, વસ્તુઓની ઓળખ તેવી તાલીમ આપવામાં આવે છે. આ કિસ્સા પર થી સાબિત થાય કે અહી માતાની મમતાની કોઈ સીમા નથી હોતી. આ શાળાના સંચાલનમાં જ્યારે આર્થિક સમસ્યા આવી ત્યારે મોરબીના ઉદ્યોગપતિ પ્રદીપભાઈ વોરાએ શાળા માટે પોતાનું બિલ્ડીંગ વિનામૂલ્યે આપ્યું અને સાથે કેટલી અર્થિક મદદ પણ કરી હાલમાં શાળામાં તાલીમ આપવા આવતા નિષ્ણાતોને પગાર પણ આપવામાં આવે છે. અહી વિવિધ તહેવારોની પણ ઉજવણી થાય છે. ઉપરાંત આ શાળાના બાળકોએ મુખ્યમંત્રીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. જે મોરબી માટે ગર્વની વાત છે. મધર ડેના આ શુભ દિવસે આ માતાને મોરબી અપડેટ સલામ કરે છે.

- text