લજાઈ ગામે કેન્સર નિદાન કેમ્પ યોજાયો..

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે આજે 14 મે ના રોજ નવા પ્લોટમાં આવેલી દેવ દયા માધ્યમિક શાળા ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, અમદાવાદના 17 ડોકટરોએ સેવા આપી હતી. કેમ્પનો મોટી સંખ્યામાં આજુબાજુ ના ગામના લોકોએ લાભ લીધો હતો. ગ્રામજનો દ્વારા કેમ્પમાં સુંદર વ્યવસ્થા કરી હતી. આ કેમ્પમાં સેવા આપનાર 17 ડોક્ટરોની ટીમનું લજાઈ ગામ વતી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી જતીન વામજા તથા ગામની સરપંચની પેનલ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text