ગરમીથી ચામડીના કયા કયા રોગો થાય ? અને એનાથી બચવા શું કરવું જોઈએ ? જાણો આ વિશે મોરબી મેડિકલ એસોસિયેશન શું કહે છે

- text


હાલ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીનો પારો 42 સે. થી 46-47 સે. સુધી પોહચ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં લોકો પરસેવાથી ન્હાય છે. અને આ પરસેવો સુકાય છે તેના કારણે ચામડીના અનેક રોગો ઉદ્દભવે છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી શાખા દ્વારા ગરમીથી કયા કયા રોગો થાય છે અને આ રોગો થી બચવા શું કરવું જોઈએ તેની વિસ્તૃત માહિતી સાથે ના પેમ્પ્લેટ જારી કરી ગરમીથી થતા રોગો અને તેનાથી બચવા અંગે લોકો માં જાગૃતિ આવે તે માટે મેડિકલ એસોસિયેશન ના પ્રેસીડન્ટ ડો.ભાવનાબેન જાની, સેક્રેટરી ડો. અંજનાબેન ગઢિયા અને આ જાગૃતિ અભિયાન પ્રોજેક્ટના ચેરમેન ડો. જયેશ સનારિયાએ એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. અને ગરમીથી કયા કયા રોગો થાય છે અને આ રોગો થી બચવા શું કરવું જોઈએ તેની વિસ્તૃત માહિતી સાથેના 10 હજાર જેટલા પેમ્પ્લેટનું વિતરણ કર્યું છે.

- text

અહીં નીચે મુકવામાં આવેલા મેડિકલ એસોસિયેશન દ્વારા જારી કરાયેલા પેમ્પ્લેટમાં વાંચો જરૂરી માહિતી..

 

- text