અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને મફત ટીફીન પહોંચાડી અનોખો સેવાયજ્ઞ કરતુ નેસડા ગામનું પટેલ દંપતિ

- text


 


આ પટેલ દંપતિ દ્વારા ટંકારા તાલુકાની ઓમ વિદ્યાલય ખાતે કેન્સર રોગ અંગે જનજાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન

- text

મોરબી. તા. ૧૩
કળિયુગનાં સમયમાં અપરિચિતો અને અજાણ્યા લોકોને પોતાના ઘર-પરિવારનાં સભ્યો સમજી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને મફત ટીફીન પહોંચાડી અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે. વાત આટલાથી જ અટકતી નથી. આ પટેલ દંપતિએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી કિડની અને થેલેસેમીયાનાં દર્દીઓને મદદરૂપ થવા ઉપરાંત કેન્સર જેવા જીવલેણ રોગ સામે બાથ ભીડવા જનજાગૃતિ કેમ્પ શરૂ કર્યા છે. જે સમાજસેવી કાર્યનાં ભાગ રૂપે ટંકારાનાં ઓમ વિદ્યાલયનાં પ્રટાંગણમાં આજ રોજ અમદાવાદની શાહ હોસ્પિટલનાં તબીબો દ્વારા મફત નિદાન અને ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ટંકારા શહેર અને તાલુકાનાં ૧૫૦થી વધુ લોકોએ કેન્સર સામે જનજાગૃતિનું જ્ઞાન મેળવ્યું હતું. આ જનજાગૃતિ કેમ્પમાં ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ગોધાણી શાળા સંચાલકો અને સેવાભાવી સંસ્થાઓ ખાસ હાજર રહ્યા હતા.
મૂળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં નેસડા ગામના પટેલ કાંતિલાલ કાસુંદ્રા અને તેમના ધર્મપત્ની ભાવનાબેન ધણા વર્ષોથી અમદાવાદની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. આ સમયગાળા દરમિયાન કાંતિલાલના મોટા ભાઈને કેન્સરનો રોગ લાગુ પડતા અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં. થોડા સમયની તબીબી સારવાર બાદ કાંતિલાલનાં મોટા ભાઈનું કેન્સર રોગથી પીડાઈ મૃત્યુ થયું. એ જ ક્ષણે પોતાના જેઠનાં મૃત્યુથી વિચલિત થઈ ભાવનાબેને સમાજસેવાની સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી કેન્સરનાં દર્દીઓ માટે દરરોજ બે ટાઈમ વિનામૂલ્યે ટીફીન સેવા શરૂ કરી. અમદાવાદની હોસ્પિટલોમાં આવતા દર્દીને રહેવાની સુવિધાથી લઈને ચેકઅપ કરાવવા સુધીનું કાર્ય આ પટેલ દંપતિનો નીત્યકર્મ અને જીવનચર્યા બન્યા છે. આજે દિન સુધી ભાવનાબેન દર્દીઓની ભાવના અને લાગણીને ધ્યાને લઈ ભાવતા ભોજનીયા ફરમાઈશ પ્રમાણે જાતે બનાવી ટીફીન મારફતે હોસ્પિટલ સુધી પહોંચાડે છે
મોરબી અપડેટનાં રિપોટરે જયારે પટેલ દંપતિ સાથે વાત કરી ત્યારે ભાવનાબેને જણાવ્યું હતું કે, અમે જ્યારે બહાર હોય અને સેવા કરવાનો લાભ ન મળે ત્યારે રાતે ચેન પડતી નથી. અમારું જીવન કેન્સર દર્દીઓની વહારે અમે સમર્પિત કર્યું છે. આજે સંયુક્ત અને વિભક્ત કુટુંબોમાં પોતાનાઓને ખવડાવવા માટે પણ જયારે કંકાસ થઈ જાય છે ત્યારે આ પટેલ દંપતિ સમાજનાં અજાણ્યા વ્યક્તિઓને પોતાના ઘર-પરિવારનાં સભ્ય સમજી જે સેવા કરે છે તે કાબિલે દાદ છે.

- text