સહિયારો સાથ, સૌનો વિકાસનાં ઉદ્દેશ સાથે સિરામિક ઉદ્યોગકારોની સફળતાપૂર્ણ મિટિંગ મળી

મોરબી ટાઈલ્સ ટ્રેડર્સને સંલગ્ન વેપારીઓની સિરામિક એસો.હોલમાં મિટિંગ યોજાઈ

મોરબી : તા.૧૩ મેનાં રોજ સાંજે ૫.૩૦ કલાકે મોરબીનાં સિરામિક એસોસેશિયન હોલમાં સિરામિક એસો.ના પ્રમુખ કે.જી. કુંડારિયાનાં અધ્યક્ષ સ્થાને મોરબી ટાઈલ્સ ટ્રેડર્સને સંલગ્ન વેપારીઓની એક મિટિંગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સિરામિકનાં વેપારીઓને જી.એસ.ટી. વિશે ઉપસ્થિત તજજ્ઞો અને જાણકારો દ્વારા સમજૂતી અને સૂચનો આપવા સાથે એક અલગ એસો.ની રચના કરવામાં આવી. જે અંતર્ગત ટાઈલ્સ ટ્રેડર્સ ઉદ્યોગ સૌ સાથે મળીને વેપાર કરે તથા સમગ્ર ટાઈલ્સ ઉદ્યોગને વધુ મજબૂત બને તેવી સહિયારી અપીલ કરવામાં આવી હતી.
પ્રમુખ શ્રી કે.જી. કુંડારિયા તરફથી ટાઈલ્સ ટ્રેડર્સનાં વિવિધ પ્રશ્નો અને સમસ્યાનાં નિકાલ માટે સિરામિક એસો. હમેશાં તત્પર રહેશે તેવી બાહેંધરી આપી ઘટતું પૂર્ણ કરવાનો વિશ્વાસ અપાવવામાં તેમજ મોરબી ટાઈલ્સ ટ્રેડર્સને FAFમાં જોડાવવા માટેની સિરામિક એસો. વતી તૈયારી દર્શાવી હતી.
આ મિટિંગમાં પ્રમુખ શ્રી કે.જી. કુંડારરિયા, નિલેસભાઈ જેતપરીયા, નવા ટ્રેડર્સ એસો.ના પ્રમુખ કે.કે. પટેલ, ઉપપ્રમુખ હાદિઁકભાઈ ભાલોડીયા, ઉપપ્રમુખ ગણાત્રા ભાઈ અને મોટી સંખ્યામાં સિરામિક એસો.નાં સભ્યો હાજર રહ્યા હતાં. આમ સિરામિક એસો. વેપારી ઉદ્યોગકારોનાં વિકાસ માટે સૌનો સહિયારો સાથ લઈ આગળ વધવાની ખેવના ધરાવે છે તેવું મિટિંગનાં ઉદ્દેશમાં જણાયું હતું.